Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હાથફેરો કરવા ખાસ દિલ્હીથી આવતો તસ્કર ઝબ્બે

VADODARA : તસ્કરને પકડી પાડતા અમદાવાદ રેલવે પોલીસ મથકમાં નોંધાયેલા રૂ. 3.5 લાખની કિંમતના દાગીના-રોકડની ચોરીને કેસ ઉકેલાઇ જવા પામ્યો છે
vadodara   હાથફેરો કરવા ખાસ દિલ્હીથી આવતો તસ્કર ઝબ્બે
Advertisement

VADODARA : પશ્ચિમ રેલવે (WESTERN RAILWAY) ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા (LCB - VADODARA) દ્વારા બાતમીના આધારે એક તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. આ તસ્કર ખાસ દિલ્હીથી ટ્રેનમાં વડોદરા તરફ આવતો હતો. અને મોકો જોઇને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરનો કિંંમતી સામાન ગાયબ કરતો હતો. વડોદરા રેલવે એલસીબી દ્વારા તસ્કરને પકડી પાડતા અમદાવાદ રેલવે પોલીસ મથકમાં નોંધાયેલા રૂ. 3.5 લાખની કિંમતના દાગીના-રોકડની ચોરીને કેસ ઉકેલાઇ જવા પામ્યો છે. આરોપીની ધરપકડ બાદ રેલવે એલસીબી દ્વારા સંબંધિત પોલીસ મથકને જાણ કરવામાં આવનાર છે.

કોઇ અજાણ્યો શખ્સ નજર ચુકવીને સેરવી ગયું

રેલવેમાં મુસાફરી તરતા સમયે ક્યારેક મોકાનો લાભ લઇને તસ્કરો હાથફેરાને અંજામ આપતા હોય છે. તેવામાં તાજેતરમાં પશ્ચિમ રેલવે અંતર્ગત આવતા અમદાવાદ રેલવે પોલીસ મથકમાં એક લાખોની કિંમતની ચોરીન મામલો પહોંચ્યો હતો. ભોગબનનાર મહિલા એસી કોચમાં મુસાફરી કરી રહી હતી. અને તેમની જોડે દાગીના તથા રોકડ ભરેલું રૂ. 3.5 લાખની કિંમતની મત્તા વાળું પર્સ હતું. જે કોઇ અજાણ્યો શખ્સ નજર ચુકવીને સેરવી ગયું હતું.

Advertisement

બાતમીના આધારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવવામાં આવી

તાજેતરમાં રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, લેડીઝ પર્સની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશ રાજેન્દ્રસિંહ રાજપુત (રહે. પાનીપત, હરિયાણા) દિલ્હીથી વડોદરા ચોરીના ગુનાઓ આચરવાના ઇરાદે આવી રહ્યો છે. જેના આધારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. રેલવે એલસીબીના જવાનોને બાતમીથી મળતો આવતે શખ્સ મળતા જ તેની અટકાયક કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે અગાઉની ચોરી કબૂલી હતી. આખરે તસ્કરને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી

Tags :
Advertisement

.

×