Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રૂ. 100 ની લેતીદેતીમાં પેટ્રોલ પંપને બાનમાં લેવાનો પ્રયાસ

VADODARA : માથાકુટ બાદ શખ્સો પૈકી બે હાથમાં સિગારેટ સાથે પેટ્રોલ પંપમાં ઘૂસ્યા, આમ કરવાથી તેમને રોકતા તેમણે સ્ટાફ જોડે હાથાપાઇ કરી
vadodara   રૂ  100 ની લેતીદેતીમાં પેટ્રોલ પંપને બાનમાં લેવાનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર રૂ. 100 ની લેતીદેતીમાં હાથમાં સળગતી સિગારેટ રાખીને પેટ્રોલ પંપને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ શખ્સોને રોકવા જતા ત્રણેયે ભેગા થઇને પેટ્રોલ પંપના સ્ટાફ જોડે માથાકુટ કરી હતી. જે બાદ ઘટનાના સીસીટીવી ફૂટેજીસ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. (MAN ROAMING IN PETROL PUMP WITH CIGARETTE - VADODARA) સમગ્ર મામલે જે.પી. રોડ પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. અને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. (THREE MISBEHAVE WITH PETROL PUMP STAFF - VADODARA)

Advertisement

છુટ્ટા હાથે સ્ટાફને માર માર્યો

વડોદરાના અકોટા વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ આવેલું છે. 12, માર્ચના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપ પર રૂ. 100 ની લેતીદેતી મામલે ત્રણ શખ્સો જોડે માથાકુટ થઇ હતી. બાદમાં આ શખ્સો પૈકી બે હાથમાં સિગારેટ સાથે પેટ્રોલ પંપમાં ઘૂસી આવ્યા હતા. આમ કરવાથી તેમને રોકવા જતા તેમણે સ્ટાફ જોડે હાથાપાઇ કરી હતી. અને છુટ્ટા હાથે સ્ટાફને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. જે બાદ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો અને ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

Advertisement

ત્રણને દબોચી લેવાયા

પોલીસ ફરિયાદ નોંધાતા સીસીટીવીના ફૂટેજીસ તપાસ્યા બાદ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાંં આવી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ઉપરોક્ત ગુના મામલે દક્ષીત ચેતનભાઇ પટેલ (રહે. વિધઘ્યાધર સોસાયટી, બીના નગરની સામે, વાસણા રોડ), કીર્તન નારાયણભાઇ અગ્રવાલ (રહે. ગોખલેબાગ સોસાયટી, દિનેશ મીલ પાસે, અકોટા) અને આયુષ શીવકુમાર અગ્રવાલ (રહે. સપ્તગીરી ડુપ્લેક્ષ, તાજ વીવાંતા હોટલની બાજુમાં, અકોટા) ની અટકાયત કરી છે. અને તમામ વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી સામે માનવવધનો ગુનો દાખલ

Tags :
Advertisement

.

×