Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તિરંગા યાત્રાને લઇ પોલીસનું જાહેરનામું, જાણો કયા રૂટ ડાયવર્ટ કરાયા

VADODARA : રાજ્ય સરકાર (GUJARAT GOVERNMENT) દ્વારા અનેક શહેરોમાં તિરંગા યાત્રા (TIRANGA YATRA) નું આયોજન કરવામાં આવ્યું છે. 12, ઓગસ્ટ, સોમવારના રોજ વડોદરા (VADODARA) માં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના વીઆઇપી હાજર રહેનાર છે. તિરંગા...
vadodara   તિરંગા યાત્રાને લઇ પોલીસનું જાહેરનામું  જાણો કયા રૂટ ડાયવર્ટ કરાયા
Advertisement

VADODARA : રાજ્ય સરકાર (GUJARAT GOVERNMENT) દ્વારા અનેક શહેરોમાં તિરંગા યાત્રા (TIRANGA YATRA) નું આયોજન કરવામાં આવ્યું છે. 12, ઓગસ્ટ, સોમવારના રોજ વડોદરા (VADODARA) માં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના વીઆઇપી હાજર રહેનાર છે. તિરંગા યાત્રાને ધ્યાને રાખીને વડોદરા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર, નવલખી મેદાનથી લઇને ગાંધીનગર ગૃહ સુધી 15 રૂટ પર ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

અગવડ ન પડે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

જાહેરનામા અનુસાર, 12, ઓગસ્ટ, સોમવારે સાંજે 4 કલાકે તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અનેક વીઆઇપી જોડાશે. આ યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને રાજમહેલ કિર્તિસ્થંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલ કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા થઇ મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને પૂર્ણ થશે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે સાંજે 4 કલાકથી લાગુ થઇ યાત્રા કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

Advertisement

તિરંયા યાત્રા દરમિયાન ડાયવર્ટ કરવામાં આવેલા રૂટની માહિતી નીચે મુજબ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જિલ્લાના ગામે-ગામ દેશભક્તિની આલ્હેક જગાવતી તિરંગા યાત્રા

Tags :
Advertisement

.

×