VADODARA : વડોદરાથી દુબઇ, સિંગાપોર અને થાઇલેન્ડની ફ્લાઈટનું આયોજન
VADODARA : વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ને ઇન્ટરનેશનલ કક્ષાએ નામના પ્રાપ્ત કરાવવા માટે નવા એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કમર કસવામાં આવી છે. આવનારા ત્રણ મહિનામાં વડોદરાથી દુબઇની ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન છે. જેમાં લોકોના પ્રતિસાદને ધ્યાને લીધા બાદ સિંગાપોર અને થાઇલેન્ડની ફ્લાઇટ શરૂ કરવાનું પણ પાઇપલાઇનમાં (VADODARA TO DUBAI, SINGAPORE AND THAILAND FLIGHT IN PIPELINE) હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ એરપોર્ટ 24 કલાક ધમધમતુ રહેશે.
વડોદરા સહિત મધ્યગુજરાતના મુસાફરો દુબઇની ફ્લાઇટ માટે અમદાવાદ જઇ રહ્યા છે
વડોદરાના નવા એરપોર્ટ ડાયરેક્ટર કરીતે એમએસાઇ દાઉદે ચાર્જ સંભાળ્યો છે. જે બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આગામી ત્રણ મહિનામાં વડોદરાથી દુબઇની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જેનો લાભ વડોદરા સહિત મધ્યગુજરાતના મુસાફરોને થશે. હાલમાં વડોદરા સહિત મધ્યગુજરાતના મુસાફરો દુબઇની ફ્લાઇટ માટે અમદાવાદ જઇ રહ્યા છે. તે સિવાય સુરતથી શારજહાંની ફ્લાઇટ જાય છે. રાત્રીના સમયે વડોદરા એરપોર્ટ બંધ રહે છે, નવી ફ્લાઇટ શિડ્યુલ થયા બાદથી એરપોર્ટ 24 કલાક ચાલુ રહેશે. દુબઇની ફ્લાઇટના લોકપ્રતિસાદને ધ્યાને રાખીને થાઇલેન્ડ અને સિંગાપોરની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.
કસ્ટમ સંબંધિત કાર્યવાહી પુરજોશમાં
વધુમાં તેમણે જણાવ્યું કે, ઇન્ટરનેશન ફ્લાઇટ સંલગ્ન કામગીરી શરૂ કરી દેવમાં આવી છે. કસ્ટમ સંબંધિત કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. તે માટે જરૂરી મીટિંગથી લઇને તેના અમલીકરણ સુધીના કાર્યપર જોર મુકવામાં આવી રહ્યું છે. વડોદરા એરપોર્ટ પર એરબસ - 320 અને 321 સહિત દરેક એરક્રાફ્ટ આવી શકે તેવી સુવિધાઓ છે. આ સાથે જ તેમણે મ્યુનિસિપલ કમિશનર જોડે મુલાકાત લીધી હતી. અને ટ્રાફિકની સમસ્યા અંગે મુદ્દાસર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : સરકારી જમીન પરના 314 ધાર્મિક દબાણો દુર કરવા VMC સજ્જ