ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં WPL ની 6 મેચ રમાશે

VADODARA : પ્રથમ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ODI મેચ રમાઇ હતી. ત્યાર બાદ હવે વડોદરાના કોટંબી સ્ટેડિયના ફાળે 6 વુમન્સ પ્રિમિયર લિગની મેચો આવી છે
03:07 PM Jan 17, 2025 IST | PARTH PANDYA
VADODARA : પ્રથમ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ODI મેચ રમાઇ હતી. ત્યાર બાદ હવે વડોદરાના કોટંબી સ્ટેડિયના ફાળે 6 વુમન્સ પ્રિમિયર લિગની મેચો આવી છે

VADODARA : દેશમાં અતિલોકપ્રિય ઇન્ડિયન પ્રિમિયર લિગ (IPL - INDIAN PREMIER LEAGUE) ની તર્જ પર વુમન્સ પ્રિમિયર લિગ (WOMEN PREMIER LEAGUE - 2025) રમાઇ રહી છે. જેનું ટાઇમ ટેબલ તાજેતરમાં જાહેર થયું છે. આ મેચો અંતર્ગત કુલ 6 મેચ ની ફાળવણી વડોદરા (WPL MATCH - VADODARA) ના સ્ટેડિયમને કરવામાં આવી છે. કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (KOTAMBI INTERNATIONAL CRICKET STADIUM) તૈયાર થયા બાદ પહેલા ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ODI મેચ રમાઇ ચુકી હતી. તે બાદ હવે WPL ની 6 મેચો મળી છે. જેને પગલે ક્રિકેટ રસિયાઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.

6 દિવસ સુધી અલગ અલગ ટીમો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે

બરોડા ક્રિકેટ એસો. (BARODA CRICKET ASSOCIATION) દ્વારા વડોદરાના કોટંબીમાં ઇન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે હવે ધીરે ધીરે લકી સાબિત થઇ રહ્યું છે. સ્ટેડિયમ તૈયાર થયા બાદ પ્રથમ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ODI મેચ રમાઇ હતી. ત્યાર બાદ હવે વડોદરાના કોટંબી સ્ટેડિયના ફાળે 6 વુમન્સ પ્રિમિયર લિગની મેચો આવી છે. જે ફેબ્રુઆરી માસમાં રમાનાર છે. 14 ફેબ્રુઆરી, 2025 થી લઇને 19, ફેબ્રુઆરી, 2025 સુધી સતત 6 દિવસ સુધી અલગ અલગ ટીમો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે.

વધુ મેચો મળે તે માટે બરોડા ક્રિકેટ એસો.ના સઘન પ્રયત્નો ફળ્યા

વુમન્સ પ્રમિયર લિગની ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપીટલ, યુપી, વોરીયર્સની ટીમો વચ્ચે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. વડોદરાને વધુમાં વધુ મેચો મળે તે માટે બરોડા ક્રિકેટ એસો. દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે હવે ધીરે ધીરે ફળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : મહિલાઓના પારંપરિક પોષાકની અનોખી લાઇબ્રેરી ફરી શરૂ

Tags :
6atCricketGujarat FirstGujarat NewsGujarati NewsHostInternationalkotambiMatchesstadiumtoVadodaraWPL
Next Article