VADODARA : તિવ્ર ઘોંઘાટ કરતા દોઢ ડઝન બુલેટ જપ્ત કરતી પોલીસ
VADODARA : વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા તિવ્ર ઘોંઘાટ કરતા સાયલન્સર ફીટ કરાવીને રસ્તા પર ધ્વનિ પ્રદુષણ ફેલાવતા દોઢ ડઝન બુલેટ ચાલકો સામે કાર્યવાહી (POLICE ACTION AGAINST BULLET WITH MODIFIED SILENCER - VADODARA) હાથ ધરી છે. જેને પહલે તિવ્ર અવાજના શોખીન રાઇડરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની વિશેષ ડ્રાઇવ કરવામાં આવી હતી. ત્યાર બાદ ટુંકા ગાળામાં ફરી એક વખત ડ્રાઇવ કરવામાં આવી છે. લોકોનું માનવું છે કે, જો આ પ્રકારે સમયાંતરે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે, તો મોડીફાયડઇડ સાયલન્સર થતી ફેલાતા ધ્વનિ પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે.
પશ્ચિમ વિસ્તારમાં વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો ચેકીંગમાં હતા
વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે વિવિધ પ્રકારની ડ્રાઇવ હાથ ધરવામાં આવતી હોય છે. ક્યારેક પોલીસ લોકોને જાગૃત કરીને, તો ક્યારેક નિયમોનું પાલન કરનારનું સન્માન કરીને, તો કેટલાક કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરે છે. આ વચ્ચે તાજેતરમાં પશ્ચિમ વિસ્તારમાં વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો ચેકીંગમાં હતા. દરમિયાન તિવ્ર અવાજ કરે તેવા બુલેટ ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
મોડીફાઇડ સાયલન્સરો કઢાવીને તેને એફએસએલમાં વધુ તપાસ અર્થે મોકલાયા
વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા દોઢ ડઝન એટલેકે 18 જેટલા બુલેટ ચાલકોને પકડીને તેમના વાહનોને એમ. વી. એક્ટ અંતર્ગત ડિટેઇન કર્યા છે. તે બાદ બુલેટમાં ફીટ કરાવેલા મોડીફાઇડ સાયલન્સરો કઢાવીને તેને એફએસએલમાં વધુ તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ આવનાર સમયમાં પણ આ જ પ્રકારે ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી પણ કરવાની તૈયારી તંત્રએ કરી લીધી છે.
આ પણ વાંચો --- Banaskantha વિભાજનની ફરિયાદ હોય તો લેખિત રજૂઆત કરો! વિરોધને લઈને કલેક્ટરનો મહત્વનો નિર્ણય


