Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધ્વનિ પ્રદુષક 73 મોડીફાઇડ સાયલન્સરનો કચ્ચરઘાણ

VADODARA : વાહનોમાંથી સાયલન્સર કાઢીને તે અંગે નિષ્ણાંતનો મત મેળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાંથી મંજુરી મેળવીને અંતિમ પગલું ભરાયું
vadodara   ધ્વનિ પ્રદુષક 73 મોડીફાઇડ સાયલન્સરનો કચ્ચરઘાણ
Advertisement

VADODARA : વડોદરા શહેર ટ્રાફિક પોલીસ (VADODARA CITY TRAFFIC POLICE) દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવતા મોડીફાઇડ સાયલન્સરો સાથે ફરતા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેને અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવ્યું છે. તાજેતરમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરેલા 73 મોડીફાઇટ સાયલન્સરો પર સરકારી બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો (VADODARA CITY TRAFFIC POLICE DESTROY MODIFIED SILENCER - FIRST TIME IN CITY) છે. વડોદરા ટ્રાફિક પોલીસ આવનાર સમયમાં પણ આ રીતે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા સાયલન્સરો સામે કાર્યવાહી કરનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી

વડોદરા શહેરમાં કેટલાક બુલેટ-બાઇક ચાલકો દ્વારા તેમના વાહનોમાં નિયમ વિરૂદ્ધ મોડીફાઇડ સાયલન્સર ફીટ કરાવીને ફટાકડા જેવો અવાજ ફોડી, તિવ્ર ઘોંઘાટ કરીને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આવું કૃત્ય કરવાથી તેઓ પીશાચી આનંદ લઇ રહ્યા હતા, અને તેની આડઅસરથી લોકો ભયભીત થવાની સાથે તેમના પર માઠી અસર પહોંચે તેમ હતું. જેથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ અંગેની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. આ ડ્રાઇવમાં 73 જેટલા મોડીફાઇડ સાયલેન્સર જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનોને એમ. વી. એક્ટ હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા હતા.

Advertisement

ટ્રાફિક પોલીસ દ્વારા સંભવિત રીતે પ્રથમ વખત કાર્યવાહી કરાઇ

જેમાંથી સાયલન્સર કાઢીને તે અંગે નિષ્ણાંતનો મત મેળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાંથી પૂર્વ મંજુરી મેળવ્યા બાદ સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક શાખાની કચેરી પાસે 73 જેટલા મોડીફાઇડ સાયલન્સરો પર બુલડોઝર ફર્યું હતું. અને તેને કચ્ચરઘાણ કાઢી નાંખીને નાશ કરવામાં આવ્યો હતો. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંભવિત રીતે પ્રથમ વખત આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે લોકો પોલીસના પ્રયાસોની સરાહના કરી રહ્યા છે. સુત્રોના જણઆવ્યા અનુસાર, આગામી સમયમાં પણ મોડીફાઇડ સાયલન્સરો વિરૂદ્ધ પોલીલ કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો --- Amreli: લેટરકાંડનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યા બાદ DGP વિકાસ સહાયે ત્રણ PI-PSIની બદલી કરી

Tags :
Advertisement

.

×