VADODARA : ટ્રાફિકનો દંડ ભરપાઇ કરવાની સુવિધા વધારાઇ
VADODARA : વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ચાર અલગ અલગ પોલીસ મથકમાં ઇ ચલણના નાણાં ભરપાઇ કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરી છે. જેને પગગે ઇ-ચલણનો બાકી દંડ વાહનચાલકો નજીકના પોલીસ મથકમાં ભરપાઇ કરી શકશે. વિતેલા કેટલાય દિવસોથી વડોદરા શહેર પોલીસ દ્વારા હેલમેટ સહિતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સરાકારી કચેરીની બહાર તૈનાત રહીને હેલ્મેટના કાયદાનું પાલન
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ - 2025 અંતર્ગત વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકજાગૃતિ, દંડનીય કાર્યવાહી, અને નિયમોનું પાલન કરનારની સરાહના જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વિતેલા કેટલાક દિવસોથી પોલીસ જવાનો સરાકારી કચેરીની બહાર તૈનાત રહીને હેલ્મેટના કાયદાનું પાલન કરાવી રહ્યા છે. અને તેમ નહીં કરનાર વાહન ચાલકોને દંડ ફટકારી રહ્યા છે. દંડનીય કાર્વાહીનો ભોગ બનેલા વાહન ચાલકો તેમને દંડ ભરપાઇ કરી શકે તે માટે સુગમતા કરી દેવામાં આવી છે.
જવાબદાર નાગરિક તરીકે આ દંડની રકમ સત્વરે જમા કરાવો
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુવિધા વધારતા મકરપુરા, ફતેગંજ, બાપોદ અને ગોત્રી પોલીસ મથકમાં દંડનો પૈસાની ભરપાઇ કરી શકાય તેવી વ્યવસ્થા આજથી શરૂ કરી છે. એક જવાબદાર નાગરિક તરીકે આ દંડની રકમ સત્વરે જમા કરાવી દેવા માટેની અપીલ નાગરિકોને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ ટ્રાફિક પોલીસની કચેરી, કારેલીબાગ તથા પોલીસ ભવન આસાન કેન્દ્રમાં પણ ભરપાઇ કરવાની સુવિધા મળી રહેશે.
આ પણ વાંચો --- VADODARA : NRI ને ત્યાં મોટા હાથફેરાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે


