Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હેલ્મેટ ડ્રાઇવ અંતર્ગત ત્રણ દિવસમાં 2100 થી વધુ લોકો દંડાયા

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ દ્વરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ ડ્રાઇવ ચલાવી હતી. જેમાં વિતેલા ત્રણ દિવસમાં 2100 થી વધુ લોકો દંડાયા
vadodara   હેલ્મેટ ડ્રાઇવ અંતર્ગત ત્રણ દિવસમાં 2100 થી વધુ લોકો દંડાયા
Advertisement

VADODARA : લાભ પાંચમથી વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા ટુ વ્હીલર વાહનના ચાલકો માટે હેલ્મેટના નિયમની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. જેમાં જો કોઇ હેલ્મેટ (SPECIAL HELMET DRIVE - VADODARA TRAFFIC POLICE) વગર પકડાય તો તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રોડ પર અકસ્માતની ઘટનાઓનો આંક ઘટાડવાની દિશામાં વડોદરા ટ્રાફીક પોલીસ આગળ વધી રહી છે. જેની શરૂઆત સરકારી કચેરીમાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓથી કરવામાં આવી છે. વિતેલા ત્રણ દિવસમાં ટ્રાફીક પોલીસે 2100 થી વધુ લોકોને દંડ ફટકાર્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આગામી સમયમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેનાર હોવાથી હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવું હિતાવહ છે.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ ડ્રાઇવ ચલાવી

વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા લાભ પાંચમથી હેલ્મેટ માટેની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ટ્રાફીક પોલીસ દ્વારા સરકારી કચેરી નર્મદા ભવન બહાર ટીમ ઉભી કરી દેવામાં આવી હતી. આ ટીમ દ્વારા સરાકારી કચેરીમાં જતા કર્મચારીઓ તથા અરજદારો પાસેથી હેલ્મેટનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમની પાસે હેલ્મેટ ન્હતું તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી વડોદરા ટ્રાફીક પોલીસ દ્વરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ ડ્રાઇવ ચલાવી હતી. જેમાં વિતેલા ત્રણ દિવસમાં 2100 થી વધુ લોકો દંડાયા છે.

Advertisement

ડ્રાઇવ ચાલુ રહેનાર હોવાથી લોકોએ સતર્ક રહેવું પડશે

અગાઉ ટ્રાફીક એસીપીએ જણાવ્યું હતું કે, હેલ્મેટ વગર વાહન ચલાવનાર ચાલકોને રૂ. 500 નો દંડ ફટકારવામાં આવે છે. આ ડ્રાઇવ આવનાર સમયમાં પણ ચાલુ રહેનાર હોવાથી લોકોએ સતર્ક રહેવું પડશે. અને હેલ્મેટ પહેરીને જ રસ્તા પર ટુ વ્હીલર પર નીકળવું પડશે. નહીંતર દંડ ભરપાઇ કરવા તૈયાર રહેવું પડશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સ્વાગત કાર્યક્રમ થકી લોક પ્રશ્નોના નિકાલમાં વડોદરાનો અગ્રતા ક્રમ

Tags :
Advertisement

.

×