Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનારાઓ પર તવાઇ

VADODARA : વડોદરામાં વાહન અકસ્માતની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. જેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠતા હોય છે.
vadodara   ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનારાઓ પર તવાઇ
Advertisement

VADODARA : વડોદરામાં રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવતા જ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન હાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. અને નિયમોનો ઉલાળીયો કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિતેલા 24 કલાકમાં મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન, ગેરકાયદેસર પેસેન્જર ભરીને જતા વાહનો તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અનેક સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ નિયમો તોડનાર પાસેથી દંડની વસુલાત કરવામાં આવી છે. આ કાર્યવાહી આગામી સમયમાં ચાલુ રહેનાર હોવાનું વિભાગીય સુત્રો જણાવી રહ્યા છે. (VADODARA TRAFFIC POLICE TAKE STRICT AGAINST RULE BREAKERS)

નિયમો તોડનાર પાસેથી દંડની વસુલાત

વડોદરામાં વાહન અકસ્માતની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. જેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠતા હોય છે. ત્યારે હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સડક સુરક્ષાના નિયમોનું પાલન કરાવવા માટે કમર કસી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ઉલાળીયો કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ નિયમો તોડનાર પાસેથી દંડની વસુલાત કરવામાં આવી છે.

Advertisement

મોટી સંખ્યામાં ચાલકો દંડાયા

વિતેલા 24 કલાકમાં મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરૂદ્ધ 207 મુજબ કાર્યવાહી કરતા કુલ 46 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે ગેરકાયદેસર પેસેન્જર ભરીને જતા 31 વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલકો પાસેથી રૂ. 1.81 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : NDPS ના આરોપીના ગેરકાયદે દબાણો પર 'બુલડોઝરવાળી'

Tags :
Advertisement

.

×