VADODARA : ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ
VADODARA : વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવાને લઇને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલમાં શહેરના 40 સ્થળોએ લાગેલી પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ટ્રાફિક એસીપી વ્યાસ પહોંચ્યા હતા. જેમાં તેમણે સિગ્નલ પર ઉભા રહેતા લોકોને કેવી રીતે જાગૃત કરવામાં આવે છે તે અંગેની વિગતવાર માહિતી આપી હતી. (TRAFFIC POLICE USE PUBLIC ANNOUNCEMENT SYSTEM FOR AWARENESS - VADODARA POLICE)
ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જેથી અકસ્માત ટળી શકે
ટ્રાફિક ACP ડી. એમ. વ્યાસે મીડિયાને જણાવ્યું કે, પોલીસ કમિશનરની સૂચનાથી શહેરમાં 40 જેટલી જગ્યાઓ પર પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાગેલા છે. તેનો ઉપયોગ કરીને ટ્રાફીકમાં જે વાહન ચાલકોને અવર જવર સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઝેબ્રા ક્રોસીંગની પાછળ ઉભા રહો, હેલ્મેટ તથા સીટ બેલ્ટ પહેરો, સિગ્નલ ના તોડો, ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત ના કરો, તે પ્રકારે વાહન ચાલક તથા અન્યને નુકશાન ના થાય તેવો પ્રયત્ન કર્યો છે. અમે લોકોને જાગૃત કરીએ છીએ. જો લોકો ટ્રાફીકના નિયમોનું પાલન ના કરે તો અકસ્માત સર્જાઇ શકે છે. મીડિયાના માધ્યમથી સૌને કહેવાનું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જેથી અકસ્માત ટળી શકે.
ટ્રાફિક પોલીસ દ્વારા 90 થી વધુ વિવિધ કાર્યક્રમો
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરામાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી પૂર્ણ થઇ છે. આ ઉજવણી દરમિયાન વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 90 થી વધુ વિવિધ કાર્યક્રમો કરીને લોક જાગૃતિના પ્રયાસો કર્યા હતા. પોલીસના પ્રયાસોની લોકો દ્વારા સરાહના પણ કરવામાં આવી હતી. જે બાદ હવે ટ્રાફિક પોલીસ વધુમાં વધુ લોકોને નવતર પ્રયાસ કરીને જાગૃત કરી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : બહુચર્ચિત સુખલીયાપુરા જમીન કૌભાંડમાં એકની ધરપકડ, BJP નેતા ફરાર


