VADODARA : ઝડપખોરોને ડામવા માટે પોલીસે ડિજીટલ બંદુક તાકી
VADODARA : વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બાદ ટ્રાફિકના નિયમોનું વધુ ચોક્સાઇ પૂર્વ પાલન થાય તે માટે પોલીસ વિભાગે કમર કસી છે. જેના ભાગરૂપે ઝડપખોરોને ડામવા માટે પોલીસે ડિજીટલ બંદુક તાકી છે. એટલેકે પોલીસ હવે સ્પીડ ગનનો ઉપયોગ કરી રહી છે. અને નક્કી કરેલી ઝડપની માત્રાથી વધારે ઝડપથી જતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. આ સ્પીડ ગનથી રોજ 200 જેટલા ઇ-મેમો જનરેટ થતા હોવાનું ટ્રાફિક એસીપીનું મીડિયાને કહેવું છે. જેથી હવે જો વાહનચાલકો સ્પીડ લીમીટ ઓળંગશે, તો તેમને અંદાજો પણ નહીં આવે અને તેમના વિરૂદ્ધ ઇ-મેમો જનરેટ થઇ જશે. (VADODARA TRAFFIC POLICE TO CONTROL OVER SPEED VEHICLE BY SPEED GUN)
અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે સ્પીડ ગનનો ઉપયોગ
તાજેતરમાં વડોદરામાં ચકચારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બેફામ કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે દેશભરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ ટ્રાફિકના નિયમોનું વધુ ચોક્સાઇ પૂર્વક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ઝડપખોરોને ડામવા માટે પોલીસ વિભાગે સ્પીડ ગન તાકી છે. આજે વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઝડપખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્પીડ ગનમાં ઝડપાય તો સીધો જ ઇ-મેમો જનરેટ થઇ જાય
ટ્રાફિક એસીપી વ્યાસે મીડિયાને જણાવ્યું કે, અમે સ્પીડ ગનથી ઝડપખોરો સામે ઇ-મેમો જનરેટી કરી રહ્યા છીએ. સ્પીડ ગનમાં ફીટ કરેલી લીમીટથી 5 - 10 વધુ વધારીને તેનું પ્રમાણ સેટ કરવામાં આવે છે. નક્કી કરેલી સ્પીડથી વધુ કોઇ વાહન જતા સ્પીડ ગનમાં ઝડપાય તો સીધો જ ઇ-મેમો જનરેટ થઇ જતો હોય છે. તેની કાર્યવાહી ચાલી રહી છે. તેનાથી આશરે રોજના 200 જેટલા ઇ-મેમો મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : 'રક્ષક બનો, રક્ષિત નહીં', સડક સુરક્ષા માટે અનોખી ઝૂંબેશ શરૂ


