VADODARA : TRIGNO PIZZA માં ભીષણ આગ બાદ કોમ્પલેક્ષ બંધ, 60 થી વધુ ઓફીસોને અસર
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સમા-સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્ષી કોમ્પલેક્ષના બીજા માળે આવેલા TRIGNO PIZZA પિત્ઝા શોપમાં ભીષણ આગ (MASSIVE FIRE, VADODARA) લાગવાની ઘટના સામે આવી હતી. કલાકોની મહેનત બાદ ભીષણ આગ કાબુમાં આવી હતી. ત્યાર બાદ વડોદરા ફાયર વિભાગ દ્વારા કોમ્પલેક્ષનું વિજ જોડાણ કાપવામાં આવ્યું છે. જેને પગલે કોમ્પલેક્ષમાં આવેલી 60 થી વધુ દુકાનો, ઓફીસો, હોસ્પિટલ તથા અન્યનું કામકાજ ઠપ થયું છે. ફાયર વિભાગ દ્વારા કોમપ્લેક્ષમાં નવું વાયરીંગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ત્યાર બાદ તેનું ચેકીંગ હાથ ધરાશે, અને બાદમાં જ કોમ્પલેક્ષનું વિજ જોડાણ પુન શરૂ થનાર હોવાનું ફાયર સુત્રોએ જણાવ્યું છે. આ ઘટના સમયે કોમ્પલેક્ષની ફાયર સિસ્ટમ મેઇન્ટેનન્સના અભાવે ચાલુ થઇ શકી ન્હતી.
સુરક્ષાના કારણોસર કોમ્પલેક્ષનું વિજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યું
સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ એનેક્ષી કોમ્પલેક્ષ આવેલું છે. આ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા TRIGNO PIZZA પિત્ઝા શોપમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ એટલી ભીષણ હતી કે શોપની ઉપરની હોસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. આ ઘટનામાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તે બાદ સુરક્ષાના કારણોસર કોમ્પલેક્ષનું વિજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું.
કામગીરી પૂર્ણ થતા હજી ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે
વડોદરા ફાયર વિભાગ દ્વારા નવું વાયરીંગ કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. જે બાદ જ વિજ જોડાણ પુન શરૂ થઇ શકે તેમ છે. નવા વાયરીંગ બાદ ફાયર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે. અને ત્યાર બાદ કોમ્પલેક્ષ કાર્યરત કરવા માટેની લીલી ઝંડી આપવામાં આવનાર છે. જેને પગલે ઘટના બાદ 60 થી વધુ ઓફીસો. દુકાનો, હોસ્પિટલ તથા અન્ય મળીને તમામનું કામ ઠપ થયું છે. જેને પગલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, નવા વાયરીંગ કરવાની કામગીરી પૂર્ણ થતા હજી ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે. ત્યાં સુધી આ કોમ્પલેક્ષમાં કોઇ કામ કરવું શક્ય નથી.
આ પણ વાંચો -- VADODARA : ડીઝલ ચોરી કૌભાંડ મામલે પાલિકાએ એજન્સીને મોટો દંડ ફટકાર્યો


