Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તરસાલીમાં બેફામ ચાલતા ડમ્પરની અડફેટે સ્કુલ રીક્ષા આવી

VADODARA : ભારદારી વાહનોના ગંભીર અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે ભાગદારી વાહનો પર લગામ કસવી જરૂરી જણાય છે
vadodara   તરસાલીમાં બેફામ ચાલતા ડમ્પરની અડફેટે સ્કુલ રીક્ષા આવી
Advertisement

VADODARA : આજે સવારે શહેરના તરસાલી બ્રિજ પાસે શાળાના બાળકોને લઇ જતી રીક્ષાને ડમ્પરે અડફેટે લેતા રોડ પર ચીચીયારીઓ સંભળાઇ હતી. બાળકોની મોટી ચીસ સાંભળતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં બે-ત્રણ બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. એક તરફ વડોદરા સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ છાશવારે ભારદારી વાહનોના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જે સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી હતી.

પ્રયત્નો ક્યાંક ભારદારી વાહનો સુધી નહીં પહોંચ્યા

વડોદરા સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. રોડ સેફ્ટીને લઇને લોકો જાગૃત થાય તે માટે ટ્રાફિક પોલીસ અથાગ પ્રયત્નો કરી રહી છે. પરંતુ આ પ્રયત્નો ક્યાંક ભારદારી વાહનો સુધી નહીં પહોંચ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારે શહેરના તરસાલી બ્રિજ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.

Advertisement

ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા

આજે સવારે તરસાલી બ્રિજ પાસે શાળાએ જતા વિદ્યાર્થીની રીક્ષાને અડફેટે લેતા ચીચીયારીઓ પડી હતી. સવાર સવારમાં બાળકોની ચીસો સાંભળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં બે-ત્રણ બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. ભારદારી વાહનોના ગંભીર અકસ્માતની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચુકી છે. ત્યારે ભાગદારી વાહનો પર લગામ કસવી જરૂરી જણાય છે. એક પછી એક નાની મોટી ટક્કરની ઘટનાઓ સામે આવતા સડક સુરક્ષાના જે નિયમો ટ્રાફિક પોલીસ સામાન્ય લોકોને સમજાવે છે, તેનું પાલન ભારદારી વાહ ચાલકો પાસે કડકાઇ પૂર્વક કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પાલિકાના વાહનનો અકસ્માત, બાઇક ચાલક ઘાયલ

Tags :
Advertisement

.

×