Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રકમાંથી RMC મટીરીયલ રોડ પર વેરાતા ચાલકોને મુશ્કેલી

VADODARA : આ લોકો સારા રસ્તા બગાડવાનું કામ કરે છે. આરએમસી ટ્રક ચાલકો રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવીને ગમે ત્યાં વાહનો ધોઇ નાંખે છે - સ્થાનિક
vadodara   ટ્રકમાંથી rmc મટીરીયલ રોડ પર વેરાતા ચાલકોને મુશ્કેલી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં આરએમસી મટીરિયલ લઇને જતા ટ્રકના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રકમાં લઇ જવાતું મટીરિયલ રસ્તા પર વેરાતા સારો રસ્તો બગડ્યો હતો. અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામવો કરવો પડ્યો હતો. ઘટનાને પગલે જાગૃત નાગરિકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને તાત્કાલિક પાલિકાના સંબંધિત વિભાગને જાણ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. સ્થાનિકોની માંગ છે કે, આ પ્રકારની બેદરકારી દાખવતા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ટાળી શકાય.

નજીકની સાઇટ પર કામ કરતો ટ્રક જ શંકાના દાયરામાં

વડોદરાના કલાલી થી તલસટ-ચાપડ રોડ સુધીનો માર્ગ એકદમ સારી હાલતમાં હતો. પરંતુ તાજેતરમાં અહિંયાથી પસાર થતા ટ્રકમાંથી આરએમસી રોડ પર પડતા હાલત બગડી હતી. આસપાસમાં કન્સ્ટ્રક્શન સાઇટો ચાલતી હોવાથી નજીકની સાઇટ પર કામ કરતો ટ્રક જ શંકાના દાયરામાં છે. આ કૃત્યને પગલે હવે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Advertisement

આ કૃત્ય કરનાર શખ્સને શોધી કાઢીને તેને દંડ ફટકારવો જોઇએ

સ્થાનિક અગ્રણી રાકેશ ઠાકોરએ મીડિયાને જણાવ્યું કે, આ આરએમસી મટીરિયલ છે. કલાલીથી લઇને તલસટ રોડ સુધી કોઇએ આખી આરએમસી ભરેલી ગાડી રોડ પર ખાલી કરી હોય તેમ લાગી રહ્યું છે. તેના લીધો લોકોને ભારે તકલીફ પડી રહી છે. આ મટીરિયલ બિલ્ડીંગ બાંધકામમાં વપરાય છે. કોઈ શખ્સે આ કૃત્ય જાણી જોઇને કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાએ આ કૃત્ય કરનાર શખ્સને શોધી કાઢીને તેને દંડ ફટકારવો જોઇએ. આ લોકો સારા રસ્તા બગાડવાનું કામ કરે છે. આરએમસી ટ્રક ચાલકો રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવીને ગમે ત્યાં વાહનો ધોઇ નાંખે છે. જેથી ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની પણ સમસ્યા જોવા મળી રહી છે. પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ. તેનાથી દાખલો બેસે, અને ફરી આવુ કૃત્ય કરતા તેમને અટકાવી શકાય.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ફર્નિચરનો આખો શો રૂમ આગમાં સ્વાહા થતા સંચાલક પરિવાર રડી પડ્યો

Tags :
Advertisement

.

×