Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરના બે મહત્વના ઓવરબ્રિજ 31 દિવસ માટે બંધ

VADODARA : પાલિકા દ્વારા કામગીરી શરૂ કરાતા 17, ફેબ્રુઆરી, 2025 સુધી 31 દિવસ માટે બંને બ્રિજ પરથી અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
vadodara   શહેરના બે મહત્વના ઓવરબ્રિજ 31 દિવસ માટે બંધ
Advertisement

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ના બે મહત્વના ઓવર બ્રિજને આવતી કાલથી એક મહિના માટે બંધ કરતું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને પગલે વૈકલ્પિક માર્ગ પર વાહનોનું ભારણ વધશે, તે નક્કી છે. જેતલપુર ઓવર બ્રિજ (JETALPUR OVER BRIDGE - VADODARA) અને લાલ બાગ બ્રિજ (LAL BAUG OVER BRIDGE - VADODARA) પર અવર-જવર બંધ રહેશે. પાલિકા દ્વારા રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સર્ફેસ પર માસ્ટીક કરી, રીસર્ફેસીંગનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું

વડોદરાના અગત્યના ઓવર બ્રિજમાં જેતલપુર બ્રિજ અને લાલ બાગ બ્રિજનો સમાવેશ થાય છે. અલકાપુરી ગરનાળું બંધ હોય ત્યારે જેતલપુર બ્રિજ તેનો પર્યાય બને છે. અને જુના પાદરા રોડ તથા અન્ય વિસ્તારોને સયાજીગંજ સુધી જોડતી મહત્વની કડી બને છે. અન્ય અગત્યનો ઓવર બ્રિજ લાલ બાદ બ્રિજ છે. આ બ્રિજ માંજલપુર, મકરપુરા, તથા તરસાલી સહિતના અન્ય વિસ્તારોનો જુના સિટી વિસ્તાર રાજમહેલ રોડ સુધી જોડે છે. આ બંને બ્રિજ પર દિવસ-રાત મળીને હજારો વાહનોની અવર-જવર થતી હશે. હાલ પાલિકા દ્વારા આ બંને બ્રિજ પર હયાત સર્ફેસ પર માસ્ટીક કરી, રીસર્ફેસીંગનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

આ રહ્યા વૈકલ્પિક માર્ગ

જેને પગલે બ્રિજ પર આવર જવર કરતા તમામ વાહનોની પ્રવેશબંધી કરવાની જરૂરીયાત ઉભી થઇ છે. જેથી 17, જાન્યુઆરી, 2025 થી 17, ફેબ્રુઆરી, 2025 સુધી 31 દિવસ માટે બંને બ્રિજ પરથી અવર જવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બંને બ્રિજ બંધ કરાતા વૈપક્પિક માર્ગ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેતલપુર બ્રિજની જગ્યાએ અંડરપાસ, અલકાપુરી ગરનાળું તેમજ અકોટા દાંડિયા બજાર બ્રિજથી જઇ શકાશે. જ્યારે લાલ બાગ બ્રિજની જગ્યાએ માંજલપુર ગામ ફરીને અવર જવર કરી શકાશે.

આ પણ વાંચો -- VADODARA : શહેરના 11 મસમોટા ભૂવાના પુરાણમાં રૂ. 1.22 કરોડ સમાયા

Tags :
Advertisement

.

×