Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રાફિકના નિયમો તોડનારે પોલીસ જવાનને કહ્યું, "થાય તે કરી લો"

VADODARA : કાર અમિત નગરથી આવતા તેના પર ડાર્ક ફિલ્મ હોવાનું જાણવા મળ્યું હતું. અને કાર ચાલકે સીટ બેલ્ટ ના પહેર્યો હોવાનું પણ ધ્યાને આવ્યું
vadodara   ટ્રાફિકના નિયમો તોડનારે પોલીસ જવાનને કહ્યું   થાય તે કરી લો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ એલ એન્ટ ટી સર્કલ પાસે ટ્રાફિક પોલીસ જવાન પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. દરમિયાન અચાનક ડાર્ક ફિલ્મ વાળી કાર આવતા તેને રોકવામાં આવી હતી. ભૂલ બદલ શુલ્ક ભરવાનું કહેતા ચાલકે થાય તે કરી લો કહીને દાદાગીરી કરી હતી. અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. આખરે મામલે હરણી પોલીસ મથક (HARNI POLICE STATION) માં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

કારને સાઇડમાં લેવડાવી

હરણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરોજ ટ્રાફિક પોલીસના જવાનો કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે ફરજ બજાવતા હતા. અને પીઓએસ મશીન મારફતે સમાધાન શુલ્ક ભરવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન એક કાર અમિત નગરથી આવતા તેના પર ડાર્ક ફિલ્મ હોવાનું જાણવા મળ્યું હતું. અને કાર ચાલકે સીટ બેલ્ટ ના પહેર્યો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. જેથી કારને સાઇડમાં લેવડાવીને ચાલક તથા અન્યને નીચે ઉતારીને તેની પુછપરછ કરવામાં આવી હતી.

Advertisement

ઓનલાઇન સમાધાન શુલ્ક જમા કરવાાનું કહેતા તેણે ના પાડી

ચાલકે પોતાનું નામ દર્શ હસમુખભાઇ પંચાલ (રહે. નારાયણ સોસાયટી, વાઘોડિયા) અને અન્યએ પોતાનું નામ ચેતન સુરેશભાઇ સાવંતે જણાવ્યું હતું. બાદજમાં કારના કાગળિયા માંગતા મોબાઇલ એપ પર વિગતો બતાવવામાં આવી હતી. બાદમાં ડાર્ક ફિલ્મ અને સીટ બેલ્ટ નહીં પહેરવા બાબતે ઓનલાઇન સમાધાન શુલ્ક જમા કરવાાનું કહેતા તેણે ના પાડીને ગાડીની ચાવી પર હાથ રાખીને કહ્યું કે, તમારાથી થાય તે કરી લો.

Advertisement

ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો

બાદમાં ચેતન સાવંતે મોબાઇલમાંથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. અને ગમે તેમ બોલીને ખોટા આરોપો મુકવાનું શરૂ કરી દીધું હતું. જેથી પોલીસ જવાને 100 નંબર પર ફોન કરીને હરણી પોલીસ મથકમાંથી મદદ માંગી હતી. જે બાદ પીસીઆર વાન આવી પહોંચતા બંનેની અટકાયત કરીને પોલીસ મથક લાવી હતી. બંને સામે ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : સામુહિક દુષકર્મના આરોપીનો પોલીસ કસ્ટડીમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ

Tags :
Advertisement

.

×