Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વધુ બે ક્રેડિટ સોસાયટી લી.ને ફડચામાં લઇ જવાશે

VADODARA : એક માસમાં સહકારી મંડળી કચેરીને રૂમ નં.૭૦૭, ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું
vadodara   વધુ બે ક્રેડિટ સોસાયટી લી ને ફડચામાં લઇ જવાશે
Advertisement

VADODARA : થોડાક સમય પહેલા વડોદરા (VADODARA) ની કેટલીક ક્રેડિટ સોસાયટી લી.ને ફડચામાં લઇ જવામાં આવી હતી. તે બાદ વધુ બે ક્રેડિટ સોસાયટી લી.ને ફડચામાં લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના રોકાણકારોએ નિયત સમયમર્યાદામાં નર્મદા ભવન ખાતે હાજર રહીને આધાર-પુરાવા સહિત નોંધાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ કોઇ લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહી, તેમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સમય મર્યાદા બાદ કોઇ લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહી

પ્રથમ કિસ્સામાં ધી ડ્રોઈંગ બ્રાંચ એમ્પ્લો કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી. ને જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ વડોદરાની કચેરીના તા. ૦૧/૦૧/૨૦૨૫ ના અંતિમ હુકમથી સહકારી કાયદાની કલમ-૧૦૭ અને કલમ ૧૦૮ અન્વયે ફડચામાં લઇ જઇ સહકારી મંડળી વડોદરા દ્વારા ફડચા અધિકારી તરીકે ફડચા અને સહકારી અધિકારી નિમણૂંક કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિનું આ મંડળી પાસે લ્હેણું કે માંગણું બાકી હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયા તા. ૨૮/૦૧/૨૦૨૫ થી એક માસમાં સહકારી મંડળી કચેરીને રૂમ નં.૭૦૭, ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી કમ્પાઉન્ડ, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર- પુરાવા સહિત નોંધાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ કોઇ લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહી. મંડળીના દફતરે થયેલ નોંધ મુજબ મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી આથી મંડળીના સભાસદો હિત ધરાવનારા સહકારી સંસ્થાઓ સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા જાહેર જનતાએ તેની નોંધ લેવા ફડચા અને સહકારી અધિકારી ફડચા નં.૩, સહકારી મંડળી કચેરી વડોદરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

દફતરે થયેલ નોંધ મુજબ મંડળીને આટોપી લેવાશે

દ્વિતિય કિસ્સામાં ધી આઈ.ટી.આઈ.ગુજરાત રાજ્ય કર્મચારી કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી. ને જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ વડોદરાની કચેરીના તા. ૦૭/૦૧/૨૦૨૫ ના અંતિમ હુકમથી સહકારી કાયદાની કલમ-૧૦૭ અને કલમ ૧૦૮ અન્વયે ફડચામાં લઇ જઇ સહકારી મંડળીઓ વડોદરા દ્વારા ફડચા અને સહકારી અધિકારી નિમણૂંક કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિનું આ મંડળી પાસે લ્હેણું કે માંગણું બાકી હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયા તા. ૨૯/૦૧/૨૦૨૫ થી એક માસમાં સહકારી મંડળી કચેરીને રૂમ નં.૭૦૭, ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી કમ્પાઉન્ડ, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર- પુરાવા સહિત નોંધાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ કોઇ લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહી. મંડળીના દફતરે થયેલ નોંધ મુજબ મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી આથી મંડળીના સભાસદો હિત ધરાવનારા સહકારી સંસ્થાઓ સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા જાહેર જનતાએ તેની નોંધ લેવા ફડચા અને સહકારી અધિકારી ફડચા નં.૩, સહકારી મંડળી કચેરી વડોદરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા સ્થાનિકોનો સયાજીપુરા ટાંકીએ હલ્લાબોલ

Tags :
Advertisement

.

×