Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વધુ બે નાણાંકિય સંસ્થાઓને ફડચામાં લઇ જવાની પ્રક્રિયા શરૂ

VADODARA : જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીએ ધી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ - ૧૯૬૧ ની કલમ - ૧૦૭ અન્વયે ફડચામાં લઈ જવાનો હુકમ કર્યો
vadodara   વધુ બે નાણાંકિય સંસ્થાઓને ફડચામાં લઇ જવાની પ્રક્રિયા શરૂ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની વધુ બે નાણાંકિય સંસ્થાઓને ફડચામાં લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી (TWO MORE FINANCIAL INSTITUTE UNDER INSOLVENCY PROCESS - VADODARA) છે. જે અંતર્ગત આ નિર્ણય સામે વાંધા રજુ કરવા માટેનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે. જે દરમિયાન કોઇ પણ વ્યક્તિ એક માસમાં ફડચા અધિકારી સમક્ષ પોતાના વાંધા અથવા રજુઆતો મુકી શકશે.

એક માસમાં વાંધો કે રજૂઆતની જાણ ન થતાં આ હુકમને કાયમ કરવામાં આવશે

પ્રથમ કાર્યવાહીમાં વડોદરા તાલુકાની ધી બાન્કો એલ્યુમિનિયમ કામદાર સહકારી મંડળી લી. જેનો નોંધણી નંબર સે-૨૧૧૭૨ તા. ૦૩/૧૦/૧૯૮૯ છે. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, વડોદરાએ ધી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ - ૧૯૬૧ ની કલમ - ૧૦૭ અન્વયે ધી બાન્કો એલ્યુમિનિયમ કામદાર સહકારી મંડળી લી. ને ફડચામાં લઈ જવાનો વચગાળાનો હુકમ કર્યો છે. આ હુકમ સામે જો કોઈને વાંધો કે રજૂઆત હોય તો એક માસમાં સહકાર અધિકારી શ્રી ફડચા નં. - ૦૩, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ નર્મદા ભવન, સી બ્લોક, ચોથો માળ, જેલ રોડને જાણ કરવા માટે જણાવાયું છે. એક માસમાં વાંધો કે રજૂઆતની જાણ ન થતાં આ હુકમને કાયમ કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર મંડળીઓ વડોદરાની એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Advertisement

ફડચામાં લઈ જવાનો વચગાળાનો હુકમ કર્યો

દ્વિતીય કાર્યવાહીમાં વડોદરા શહેરની કારેલીબાગ સ્થિત ધી શ્રી હરિ કો-ઓપ. સોસાયટી લી. જેનો નોંધણી નંબર સે-૩૨૨૭૮/૨૦૦૦ તા. ૦૪/૧૦/૨૦૦૦ છે. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, વડોદરાએ ધી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ - ૧૯૬૧ ની કલમ - ૧૦૭  અન્વયે ધી શ્રી હરિ કો-ઓપ. સોસાયટી લી. ને ફડચામાં લઈ જવાનો વચગાળાનો હુકમ કર્યો છે. આ હુકમ સામે જો કોઈને વાંધો કે રજૂઆત હોય તો એક માસમાં સહકાર અધિકારી શ્રી ફડચા નં. - ૦૩, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ નર્મદા ભવન, સી બ્લોક, ચોથો માળ, જેલ રોડને જાણ કરવા માટે જણાવાયું છે. એક માસમાં વાંધો કે રજૂઆતની જાણ ન થતાં આ હુકમને કાયમ કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર મંડળીઓ વડોદરાની એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો

Tags :
Advertisement

.

×