VADODARA : રહસ્યમય સંજોગોમાં ટુ વ્હીલર આગમાં હોમાયુ
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગોત્રી વિસ્તારમાં આજે બપોરે એક ટુ વ્હીલર અચાનક આગમાં હોમાઇ (TWO WHEELER CAUGHT FIRE - SUSPICIOUS CONDITION, VADODARA) ગયું હતું. વિજ કંપનીની ઓફિસ સામે ગોત્રી વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનામાં રોડ સાઇડમાં આવેલા વાયરમાં સ્પાર્ક થયા બાદ આગ ટુ વ્હીલરમાં લાગી હોવાનું પ્રત્યદર્શીનું મીડિયાને જણાવવું છે. પ્રત્યદર્શીએ પોતાનું પ્રાથમિક અનુમાન મીડિયા સમક્ષ વર્ણવ્યું હતું. આ ઘટનામાં ટુ વ્હીલર ખાખ થયું છે. અને આગમાં વાયરની પાઇપને પણ નુકશાન પહોંચ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું.
આશ્ચર્યજનક ઘટના સામે આવી
વડોદરા શહેરમાં અવાર-નવાર વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. મોટા ભાગે કારમાં આગ લાગવાની ઘટનામાં શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણ હોવાનું અનુમાન લગાડવામાં આવે છે. ત્યારે આજે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી વિજ કંપનીની ઓફિસની સામેની બાજુમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જેમાં ટુ વ્હીલર આગમાં બળીને ખાખ થઇ ગયું હતું. અચાનક લાગેલી આગ ઓલવવા માટે કોઇ કંઇ કરી શકે તે પહેલા જ આખું ટુ વ્હીલર ચપેટમાં આવી ગયું હતું.
વાયરમાં સ્પાર્ક થવાના કારણે આગ ટુ વ્હીલરમાં લાગી
ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડીને આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગ ભીષણ હોવાના કારણે ટુ વ્હીલરના મશીનનું પીંજરૂ માત્ર બચ્યું હતું. આ ઘટના અંગે પ્રત્યદર્શીએ પોતાનું અનુમાન મીડિયાને જણાવતા કહ્યું કે, વાહન રોડ પર મુકી રાખવામાં આવ્યું હતું. વાહન પાસે પડેલા વાયરમાં સ્પાર્ક થવાના કારણે આગ ટુ વ્હીલરમાં લાગી હતી. અને કોઇ કંઇ સમજે તે પહેલા જ આખા ટુ વ્હીલરમાં આગ પ્રસરી ગઇ હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડ દ્વારા આગ લાગવાના કારણો અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણ સપાટી પર આવશે.
આ પણ વાંચો -- VADODARA : ભાયલીની અર્બન રેસીડેન્સીમાં ગેસ લીક થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા


