Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કારમાં આવેલા બે યુવક પર જીવલેણ હુમલો, આરોપી ફરાર

VADODARA : નવરાત્રી (NAVRATRI) ના તહેવાર ટાણે જ ફતેગંજ પોલીસ મથકની હદમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવતા યુવકને ત્યાં કારમાં બે યુવકો આવે છે. કારમાંથી...
vadodara   કારમાં આવેલા બે યુવક પર જીવલેણ હુમલો  આરોપી ફરાર
Advertisement

VADODARA : નવરાત્રી (NAVRATRI) ના તહેવાર ટાણે જ ફતેગંજ પોલીસ મથકની હદમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવતા યુવકને ત્યાં કારમાં બે યુવકો આવે છે. કારમાંથી યુવકો નિકળે તેવામાં જ તેમની પર ક્લાસ સંચાલક યુવક દ્વારા હુમલો કરી દેવામાં આવે છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોપી યુવક હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મામલાની જાણ થતા જ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મંત્ર પટેલ અને સુજોય બિરેન નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી

ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવવા પામી છે. સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસીસના સંચાલક દિપેશ પરમારે બે યુવકો પર હુમલો કર્યો છે. આ જીવલેણ હુમલાની ઘટનામાં મંત્ર પટેલ અને સુજોય બિરેન નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. હુમલાખોર દિપેશ પરમાર ઘટના બાદથી ફરાર થયો છે. બંને યુવકો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. ઘર પાસે જ હુમલાની ઘટના સામે આવી છે.

Advertisement

બંને યુવાનો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યા અનુસાર, એક કાર આવે છે. કારમાંથી બે યુવાનો બહાર નિકળે છે. તેવામાં દિપેશ પરમાર તેમના પર હુમલો કરી દે છે. આ ઘટનામાં ગાડીમાંથી ઉતર્યા બાદ તુરંત જ બંને પર એક પછી એક હુમલો કરી દેવામાં આવે છે. બંને યુવાનો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, આ હુમલા પાછળનું કોઇ ચોક્કસ કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. ઘટના સ્થળે રોડ પર લોહીના ડાઘા અને નજીકમાં તુટેલું ચપ્પલ જોવા મળ્યું છે.

બંને તેને મારવા માટે આવ્યા હતા

સમગ્ર ઘટનાને લઇને કોંગી આગેવાનજિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, મારૂ કહેવું છે કે, પિક્ચરોમાં જે કાપાકાપી મારામારીના સીન બતાવે છે. તેને જોઇને યુવાધન આ હદ પર આવી ગયું છે. હાલમાં પિક્ચરોમાં દર્શાવા અનુસાર ગેંગવોર જેવું થાય તેમ લાગે છે. ભોગ બનનાર યુવાનો કારેલીબાગ વિસ્તારમાં યુવકો રહે છે. બંને તેને મારવા માટે આવ્યા હતા. સામેની વ્યક્તિએ સ્વબચાવમાં હુમલો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ઘાયલ યુવકો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : દુષિત પાણીની સમસ્યા લાવવા માટે અધિકારીઓ-કોર્પોરેટરો નિષ્ક્રિય

Tags :
Advertisement

.

×