Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સગીરા પર દુષકર્મમાં મિત્રએ આપ્યો સાથ, તસ્વીરો વાયરલ થતા કાર્યવાહી

VADODARA : સુરેશ સગીરાને રોડની સાઇડમાં લઇ જઇને તેની છેડછાડ કરતો, એટલું જ નહીં તેણે મરજી વિરૂદ્ધ કરેલા કૃત્ય ફોટો તેના મોબાઇલમાં લઇ લેતો
vadodara   સગીરા પર દુષકર્મમાં મિત્રએ આપ્યો સાથ  તસ્વીરો વાયરલ થતા કાર્યવાહી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તારમાં શાળાએ જતી વિદ્યાર્થીનીને નરાધમ દ્વારા પરેશાન કરવામાં આવતી હતી. નરાધમ વિદ્યાર્થીનીને રોડ સાઇડમાં લઇ જઇને તેની છેડતી કરતો હતો, અને આ ખોટા કામની તસ્વીરો પોતાના ફોનમાં લઇ લેતો હતો. બાદમાં તે સગીરાને ધમકાવતો હતો. જે બાદ તેણે સગીરાને ઘર નજીકના ખેતરે બોલાવીને તેના પર મરજી વિરૂદ્ધ દુષકર્મ આચર્યું હતું (UNDERAGE SCHOOL GIRL RAPED - VADODARA RURAL) . આ ખોટા કામ સમયે તેના મિત્રએ પીડિતાનું મોઢું દબાવી રાખ્યું હતું. આ સિલસિલો બે દિવસ ચાલ્યો હતો. આખરે આરોપીએ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. અને આ મામલે બે લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મરજી વિરૂદ્ધ કરેલા કૃત્ય ફોટો તેના મોબાઇલમાં લઇ લેતો

ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સગીર પીડિતા શાળાએ જતી હતી. છેલ્લા 6 મહિનાથી સુરેશભાઇ અરવિંદભાઇ સોલંકી (રહે. તાડીયાપુરા, સાવલી, વડોદરા) તેનો અવાર-નવાર પીછો કરીને તેને પરેશાન કરતો હતો. સુરેશ સગીરાને રોડની સાઇડમાં લઇ જઇને તેની છેડછાડ કરતો હતો. એટલું જ નહીં તેણે મરજી વિરૂદ્ધ કરેલા કૃત્ય ફોટો તેના મોબાઇલમાં લઇ લેતો હતો. 10, ફેબ્રુઆરીના રોજ પીડિતાને તેના ઘર નજીક આવેલા ખેતરમાં આરોપીએ બોલાવી હતી. જેથી તે ત્યાં ગઇ હતી.

Advertisement

મિત્રએ પીડિતાનું મોઢું દબાવી રાખીને તેનો સાથ આપ્યો

દરમિયાન આરોપી સુરેશ અને તેનો મિત્ર બાઇક પર આવ્યા હતા. અને પીડિતાને ખેતરમાં લઇ જઇને તેના પર દુષકર્મ આચરવામાં આવ્યું હતું. ખોટું કરવામાં આરોપીના મિત્રએ પીડિતાનું મોઢું દબાવી રાખીને તેનો સાથ આપ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે આરોપીએ અગાઉના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ કરવાની ધમકી આપીને સગીરાને તેના ઘર નજીકના ખેતરમાં ફરી વખત બોલાવી હતી. જ્યાં આરોપી સુરેશે તેની મરજી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું, અને તેના મિત્રએ પીડિતાનું મોઢું દબાવી રાખ્યું હતું.

Advertisement

પોક્સો તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

બાદમાં નરાધમે બળજબરી પૂર્વક આચરેલા કૃત્યના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મુકીને વાયરલ કર્યા હતા. જે બાદ મામલો ભાદરવા પોલીસ મથકે પહોંચ્યો છે. ભાદરવા પોલીસ મથકમાં સુરેશભાઇ અરવિંદભાઇ સોલંકી (રહે. તાડીયાપુરા, સાવલી, વડોદરા) અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોક્સો તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ મામલાની તપાસ ભાદરવા પોલીસ મથકના ઇન્ચાર્જ PI એમ. બી. જાડેજા કરી રહ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : WPL ની મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઝબ્બે, એક ડઝન ફોન મળી આવ્યા

Tags :
Advertisement

.

×