Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અંડરગ્રાઉન્ડ કચરાપેટીની ફરતે ગંદકીનો ખડકલો, લોકજાગૃતિનો અભાવ

VADODARA : મારૂ માનવું છે કે, આશરે 15 દિવસે એક વખત અહિંયાથી કચરો ઉપાડવામાં આવતો હશે. રોજ અહિંયા કચરો હોય જ છે. - સ્થાનિક નાગરિક
vadodara   અંડરગ્રાઉન્ડ કચરાપેટીની ફરતે ગંદકીનો ખડકલો  લોકજાગૃતિનો અભાવ
Advertisement

VADODARA : વડોદરા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ કચરાપેટીનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલી અંડર ગ્રાઉન્ડ કચરાપેટીની જગ્યાએ તેની આજુબાજુમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે બિનઆરોગ્યપ્રદ સ્થિતીનું નિર્માણ કરે છે. આ પરિસ્થિતીમાં સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય જોખમાવવાની સાથે વિસ્તારમાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. આ મામલે સ્થાનિક દ્વારા પાલિકાની કામગીરી સામે કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. (VMC UNDERGROUND DUSTBIN PROJECT ABOUT TO FAIL - VADODARA)

Advertisement

તેની આસપાસ જ કચરાનો નિકાલ કરે છે

વડોદરા પાલિકા સ્વચ્છતા ક્રમાંકમાં દર વર્ષે નવી નીચાઇ હાંસલ કરે છે. તેની પાછળનું કારણ માત્ર પાલિકા તંત્રની નિષ્ક્રિયતા નથી, પરંતુ યોગ્ય લોકજાગૃતિનો અભાવ પણ છે. આ વાતની પ્રતિતિ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા અંડર ગ્રાઉન્ડ કચરાપેટી બહાર જોવા મળે છે. બહાર કચરો ના જોવા મળે તે માટે પાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ કચરાપેટી બનાવવામાં આવી હતી. જો કે, લોકો કચરાપેટીમાં કચરો નાંખવાની જગ્યાએ તેની આસપાસ જ કચરાનો નિકાલ કરે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આમ, અંડર ગ્રાઉન્ડ કચરાપેટીનો પ્રયોગ વડોદરામાં નિષ્ફળ ગયો હોવાનું લોકોના મોંઢે ચઢ્યું છે.

Advertisement

પાલિકાના અધિકારીઓને કોઇ પડી નથી

સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, માત્ર અમારા વિસ્તારમાં જ નહીં પરંતુ આખા શહેરભરમાં કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. પાલિકાએ જે રૂ. 5 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કચરા પેટી બનાવી તે સારૂ કામ કર્યું છે. પરંતુ કોઇ તેમાં અંદર કચરો નાંખવા તૈયાર નથી. અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. આ અંગે પાલિકાના અધિકારીઓને કોઇ પડી નથી. અમારૂ કહેવું છે કે, આ પબ્લીકના પૈસા પાણીમાં ગયા છે. આ નારાયણ ઇન્ટરનેશનલ શાળા (ડભોઇ વાઘોડિયા રીંગ રોડ) આવેલી છે ત્યાં આવી દુર્દશા જોવા મળે છે. મારૂ માનવું છે કે, આશરે 15 દિવસે એક વખત અહિંયાથી કચરો ઉપાડવામાં આવતો હશે. રોજ અહિંયા કચરો હોય જ છે.

આ પણ વાંચો --- VADODARA : 'ઢીલી નીતિ નહીં, પ્રોજેક્ટ પુરો ના કરે તો ભારે દંડ કરો' - ધારાસભ્ય યોગેશ પટેલ

Tags :
Advertisement

.

×