VADODARA : મહિલાઓના પારંપરિક પોષાકની અનોખી લાઇબ્રેરી ફરી શરૂ
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં આવેલ કુદરતી પૂરમાં શહેરના નાના-મોટા દરેક વેપારીઓને નુકસાન થયું હતું. જેમાં પહેલા મહિલાઓ માટે સાડી લાઈબ્રેરીનું (A UNIQUE SAREE LIBRARY - AASTHA SAHELI GROUP, VADODARA) આયોજન કરવામાં આવતું હતું .જે કેટલાક મહિનાઓ પછી આજે પ્રથમ સાડી લાઇબ્રેરી ફરી ખુલ્લી મૂકવામાં આવી છે. સાડી લાઇબ્રેરીમાં સાડીઓ,પર્સ,ઘરેણાં અને પ્રથમ વખત પુરુષોના કપડાનો પણ સ્ટોક મૂકવામાં આવ્યો છે. આ અષ્ટ સહેલી ગ્રુપમાં આઠ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સાડી લાઇબ્રેરી પાંચ વર્ષ પહેલાં લગ્ન અને અન્ય શુભ પ્રસંગો માટે જરૂરી મોંઘી સાડીઓ અને વસ્તુઓ ખરીદી શકતા નથી તેવા પરિવાર ખૂબ જ ઓછા રિફંડપાત્ર ભાડા પર લાઇબ્રેરીમાંથી સાડીઓ અને અન્ય કપડાં ઉધાર લઈને તેમના શુભ પ્રસંગોનો આનંદ માણી રહ્યા છે. જેમાં ૧૦૦ રૂપિયાની લૉન્ડ્રી ખર્ચ કપાત કરવામાં આવતો હોય છે.
સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, પર્સ અને ઘરેણાંનો એક નવો સંગ્રહ
આ જૂથ સ્થાપનાના પાંચ વર્ષ પછી હેમા ચૌહાણ,રીટા વિઠ્ઠલાણી,સાધના શાહ,નીલા શાહ,નીલિમા શાહ અને ટ્વિંકલ પટેલ જોડાયેલા છે. જેઓ અવનવી ડિઝાઈનથી સાડી તૈયાર કરી રહ્યા છે આવી વૈભવી વસ્તુઓ પરવડી શકતા નથી તેમના પ્રસંગોમાં સ્મિત ફેલાવવા માટે આ નવતર વિચાર ચલાવી રહ્યા છે. દાતાઓ અને શુભેચ્છકોના સમર્થનથી જૂથ ફરીથી છોકરીઓ માટે સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, પર્સ અને ઘરેણાંનો એક નવો સંગ્રહ લાવી છે. તાજેતરમાં આવેલ પૂરમાં નુકસાન સહન કર્યા પછી તેમના મહત્વપૂર્ણ પ્રસંગોમાં ચમક ઉમેરી રહ્યું છે સાડી લાઇબ્રેરી. જે દરેક વ્યક્તિ ૫૦૦ રૂપિયાની ટોકન ડિપોઝિટ સાથે તેમની પસંદગીની સાડી ભાડે લઈ જઈ શકે છે આ સાથે જે સાડી અથવા ડ્રેસ પરત કર્યા પછી પરત કરી શકાય છે. કપડાં ધોવા માટે ફક્ત ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે.
ઓછામાં ઓછી ડિપોઝિટ સાથે વધુમાં વધુ ત્રણ સાડી ઉધાર લઈ જઈ શકે
હેમા ચૌહાણ જણાવે છે કે, "અમે વ્યાવસાયિક રીતે કામ કરતી મહિલાઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં રોકાયેલી મહિલાઓનું એક જૂથ ઊભુ કર્યું છીએ. જેમાં સાડી લાઇબ્રેરીનો ખ્યાલ અમને પહેલા આવ્યો હતોને તેનો આગળ વિચાર કરીને અમે એવા લોકોને મદદ કરી રહ્યા છે જેઓ મોંઘી સાડીઓ અને ડ્રેસ ખરીદી શકતા નથી. જે આપણી આસપાસના મધ્યમ વર્ગના પરિવારના ઘરે શુભપ્રસંગ આવતા હોય તેમના માટે એક વ્યક્તિ ઓછામાં ઓછી ડિપોઝિટ સાથે વધુમાં વધુ ત્રણ સાડી ઉધાર લઈ જઈ શકે છે. અમે પાંચ દિવસની મુદ્દત સાથે આપીએ છે.તેમાં જયારે વસ્તું પાછી આપવા માટે આવે છે ત્યારે તેમની પાસેથી લોન્ડ્રી ચાર્જ કાપીને રકમ પરત કરીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં ૪૦૦ થી વધુ મહિલાઓએ અમારી સાડી લાઇબ્રેરીનો લાભ લીધો છે અને તેમના શુભ પ્રસંગે સાડીના સ્વપ્નનાને પુરા કર્યા છે.આ વર્ષ અમે લોકો પુરૂષોના કપડાની શરૂઆત કરી છે. જેમાં અલગ અલગ સ્ટોર મુકવામાં આવ્યા છે.
સાડી લાઇબ્રેરીમાં બનારસી, શિફોન, ભરતકામવાળા ડ્રેસ, સાડીઓ સાથે મેચિંગ પર્સ અને બંગડીઓનો સમાવેશ
મહત્વનું છે કે, મહિલાઓની સાડી લાઇબ્રેરીમાં હાલમાં ડ્રેસ,ગાઉન, ચણિયાચોલી અને વિવિધ પ્રસંગો માટે સાડીઓના સ્ટોર મુકવામાં આવ્યા છે. જેની કિંમત ૨૫૦૦ રૂપિયાથી શરૂઆત થઈ રહી છે. સાડી લાઇબ્રેરીમાં બનારસી, શિફોન, ભરતકામવાળા ડ્રેસ, સાડીઓ સાથે મેચિંગ પર્સ અને બંગડીઓનો સમાવેશ થઈ રહ્યો છે. અષ્ટ સહેલી જૂથે સોશિયલ મીડિયા દ્વારા પણ અપીલ કરી હતી કે જો કોઈની પાસે સારી સ્થિતિમાં સાડી હોય જેનો તે ઉપયોગ કરતા નથી તેવી સાડીઓ,ડ્રેસો અને પૂરષોના કપડાઓનું દાન પુસ્તકાલયમાં જરૂરિયાતમંદ મહિલાઓને ખુશીઓ માટે આપી શકે છે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાના બજેટમાં લોકોના સુચનો મંગાવવાનો નવતર પ્રયોગ


