Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કંપની બોન્ડનું ઉલ્લંઘન કરી ગુપ્ત ડેટા ચોર્યા, કરોડોના નુકશાન બદલ ફરિયાદ

VADODARA : જોઇનીંગ સમયે હર્ષ પટેલ અને અમિત ગાંધીએ બોન્ડ સાઇન કર્યો હતો. જેમાં કંપનીની આંતરિક માહિતી ગુપ્ત રાખવાની બાંહેધારી આપી હતી
vadodara   કંપની બોન્ડનું ઉલ્લંઘન કરી ગુપ્ત ડેટા ચોર્યા  કરોડોના નુકશાન બદલ ફરિયાદ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના પોરમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સની કંપનીના કર્મચારીઓએ જાતે સહીં કરેલા બોન્ડનું ઉલ્લંઘન કરીને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાની ઘટના વરણામા પોલીસ મથક (VARNAMA POLICE STATION) પહોંચી છે. આ મામલે ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કંપની બે ગ્રુપમાં વહેંચાયેલી છે

વરણામા પોલીસ મથકમાં શશીકાંત જનાર્દન જોષીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 30 વર્ષથી રમણગામડી જીઆઇડીસીમાં એલ્મેક્સ ઇલેક્ટ્રીક પ્રા. લી, કંપનીના ડાયરેક્ટર છે. કંપનીમાં પાંચ ડાયરેક્ટર છે. ટેક્નોલોજી કંપની વેન્ડર, ડિસ્ટ્રીબ્યુટર્સમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. કંપની બે ગ્રુપમાં વહેંચાયેલી છે, એક એલ્મેક્સ કંટ્રોલ પ્રા. લી. - મકરપુરા અને એલ્મેક્સ ઇલેક્ટ્રીક પ્રા. લી. પોર.

Advertisement

કંપનીને કોઇ પણ નુકશાન પહોંચે તેવું કૃત્ય નહીં કરે

કંપનીના આસિ. મેનેજર રીન્યુએબલ પ્રોડક્ટ તરીકે હર્ષ વિજયકુમાર પટેલ કામ કરે છે. અમિત અશોકભાઇ ગાંધી કંપનીમાં ક્યુ.એ મેનેજર છે. જોબ જોઇનીંગ સમયે હર્ષ પટેલ અને અમિત ગાંધીએ બોન્ડ સાઇન કર્યો હતો. જેમાં કંપનીની આંતરિક માહિતી ગુપ્ત રાખવાની બાંહેધારી આપી હતી. તે સિવાય કંપનીને કોઇ પણ નુકશાન પહોંચે તેવું કૃત્ય નહીં કરે તેમ જણાવ્યું હતું. કંપનીએ અમિત ગાંધીને લેપટોપ આપ્યું હતું. ઉપરોક્ત બંને કર્મચારીઓને કંપનીએ લેપટોપ આપ્યું હતું. બંને કંપની વતી મીટિંગ કરીને ગ્રાહક અને વેન્ડર સાથે કામ કરતા હતા. દરમિયાન ફેબ્રુઆરી - 2024 માં અમિત ગાંધીનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું હતું.

Advertisement

હિલીઓસ પાવર નામની કંપની સુધી તપાસ પહોંચી

જુન - 2024 માં કંપનીના ક્લાયન્ટએ અમારી કંપનીના ડાયરેક્ટરને ફોન કરીને જણઆવ્યું કે, તમારે મટીરિયલ જોઇએ તો અમારો સંપર્ક કરવો. અમે સસ્તાભાવે કરી આપીશું. બાદમાં ઉપરોક્ત કર્મચારીઓ સામે શંકા તજતા તપાસ કરવામાં આવી હતી. પ્રોફેશનલ કનેક્ટીંગ સાઇટ પર જોતા હિલીઓસ પાવર નામની કંપની સુધી તપાસ પહોંચી હતી. જેના માલિક અમિત ગાંધીના પત્ની મયુરી ગાંધી હોવાનું સામે આવ્યું હતું. આ કંપની બંને કર્મચારીઓ જ્યારે નોકરી કરતા હતા ત્યારે શરૂ કરવામાં આવી હતી.

ફાઇલ-ફોલ્ડરો મળી આવ્યા

દરમિયાન કંપનીની તમામ અંગત માહિતી, પ્રોડક્ટ્સ, ઇમેલ મારફતે હેલિઓસ પાવર કંપનીના માલિકો મયુરી ગાંધી, અને નિતીન જાદવને આપ્યા હતા. બાદમાં ભોગબનનાર કંપનીના સંચાલકો દ્વારા સાયબર ફોરેન્સીકની ટીમ પાસેથી તપાસ કરાવી હતી. જેમાં બંનેએ કંપનીને ચુનો ચોપડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં 18 જેટલા ઇમેલ મારફતે કંપનીની અતિસંવેદનશીલ માહિતી અન્યત્રે પહોંચાડવામાં આવી હતી. કંપનીએ ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરેલા ડેટા, કમ્પેરેટર ડેટા, બેસ્ટ સાઇટ પ્રેક્ટીસ, પ્રોડક્ટ ડેટા શીટ, ડ્રોઇંગ્સ, અને પ્રોડક્ટ ડિટેઇલ સોલાર સ્ટ્રીટ કનેક્ટર, મોડ્યુલ જંક્શન બોક્સ, ફ્યુઝ લિંક, કંપનીના એન્યુઅલ ટાર્ગેટ વગેરેની માહિતીનો સમાવેશ થાય છે. જે માટેના ફાઇલ-ફોલ્ડરો મળી આવ્યા હતા. આ કામમાં નિતીન જાદવ સાથે મેળાપીપણામાં કાવતરું રચવામાં આવ્યું હતું.

પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે અમિત અશોકભાઇ ગાંધી (રહે. દેવી પાર્ક, શ્રીજી બંગ્લોઝ સામે, વિશ્વામિત્રી, વડોદરા), હર્ષ વિજયકુમાર પટેલ (ધનલક્ષ્મી સોસાયટી, હરણી-વારસિયા રીંગ રોડ,વડોદરા) અને નિતિન જાદવ સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ઓવરબ્રિજનો નિર્ણય થોપી દીધા બાદ પોસ્ટર વોર શરૂ થયું

Tags :
Advertisement

.

×