Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મધપૂડો દુર કરવા બાળકનેે દોરડું બાંધી લટકાવ્યો..!

VADODARA : કામગીરી દરમિયાન કેટલીક વખત બાળકની ચોતરફ માખીઓનું ઝૂંડ ફરી વળે છે. જો કે, મજબુરીવશ બાળક આ કામનો પ્રતિકાર કરતો નથી.
vadodara   મધપૂડો દુર કરવા બાળકનેે દોરડું બાંધી લટકાવ્યો
Advertisement

VADODARA : વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક વીડિયો ભારે વાયરલ (SOCIAL MEDIA CIRCLE VIRAL VIDEO - VADODARA) થઇ રહ્યો છે. જેમાં એક સગીર જેવા દેખાતા બાળકના કમરે દોરડું બાંધીને તેને ડબ્બા જોડે લટકાવવામાં આવી રહ્યો છે. આ બાળકની આજુબાજુમાં માખીઓ ફરી રહી છે. અને બાળકને નીચે ઉતારવા માટે એક પુખ્ત દેખાતો પુરૂષ ધાબા પરથી તેના પર નજર રાખી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં તરહ તરહની ચર્ચા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, મધમાખીના પૂડામાંથી મધ પાડવા માટે બાળકને જોખમી રીતે ઉતારવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ મામલો સોશિયલ મીડિયા થકી સપાટી પર આવતા હવે આનું પગેરૂ ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

સંતુલન જાળવી શકતો નથી એટલે વારે વારે બારી છજ્જાનો ટેકો લે છે

વડોદરા સહિત રાજ્યભરમાં અનેક વખત વાયરલ વીડિયો મારફતે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જે બાદ તંત્ર કાર્યવાહી પણ કરે છે. છતાં ખોટું કરનારાઓમાં જોઇએ તેવો ડર નહીં હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ સગીર જેવા દેખાતા બાળકની કમરે દોરડું અને ડબ્બો બાંધીને તેને લટકાવવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, બાળક પોતાનું સંતુલન જાળવી શકતો નથી. એટલે વારે વારે બારી ઉપરના છજ્જાનો ટેકો લે છે. આ દરમિયાન કેટલીક વખત બાળકની ચોતરફ માખીઓનું ઝૂંડ ફરી વળે છે. જો કે, મજબુરીવશ બાળક આ કામનો પ્રતિકાર કરતો નથી. અને જેમ તેમ તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.

Advertisement

વીડિયોના કેટલાક અંશમાં મધમાખીઓ બાળકને દંશ દેતી હોય તેમ પણ જણાયું

સમગ્ર મામલે લોકમુખે ચર્ચાતી વાતો અનુસાર, આ વીડિયો વડોદરાના ભાયલી-સમીયાલા રોડ પર આવેલા વિરામ ફ્લેટ્સનો હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ વીડિયોમાં બાળકની કોઇ પણ પ્રકારે સુરક્ષા આપવામાં આવી નથી. ફ્લેટ્સમાં બાઝેલા મધપૂડામાંથી મધ કાઢવા અને પૂડો દુર કરવા માટે બાળકનો ઉપયોગ કરાયો હોઇ શકે છે. વીડિયોના કેટલાક અંશમાં મધમાખીઓ બાળકને દંશ દેતી હોય તેમ પણ જણાઇ રહ્યું છે. આ બધો નજારે ઉપરથી નજર રાખતો વ્યક્તિ જોઇ રહ્યો છે. પરંતુ બાળકને મદદ કરવા માટે આગળ આવતો નથી. હવે આ કિસ્સામાં તંત્ર કોઇ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું. લોકોનું માનવું છે કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ પ્રકારના કિસ્સાઓ આવનાર સમયમાં પણ સપાટી પર આવે તો નવાઇ નહીં.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : અકોટા-મુજમહુડા રોડ પર 17 મો મસમોટો ભૂવો પડ્યો

Tags :
Advertisement

.

×