Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તહેવારો ટાણે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા

VADODARA વડોદરા (VADODARA) શહેરમાં વિવિધ તહેવારોની મોસમ ટાણે માથાભારે તત્વો પર પોલીસ તંત્ર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જાહેરમાં હથિયારો સાથે મારામારી કરતા હોય તેવા...
vadodara   તહેવારો ટાણે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા
Advertisement

VADODARA વડોદરા (VADODARA) શહેરમાં વિવિધ તહેવારોની મોસમ ટાણે માથાભારે તત્વો પર પોલીસ તંત્ર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જાહેરમાં હથિયારો સાથે મારામારી કરતા હોય તેવા કિસ્સાઓ સપાટી પર આવ્યા છે. ગઈકાલે રાતના સમયે ફતેગંજ તથા વારસિયા વિસ્તારમાં જાહેરમાં મારામારીના બનાવો બન્યા હતા. જેના વિડીયો પણ વાયરલ થયા હતા.

ફતેગંજ પેટ્રોલપંપ પાસે મારામારી

વડોદરા શહેરમાં ગુનાખોરીનો નીચે આવવાનું નામ નથી લઇ રહ્યો. આવારા તત્વોમાં પોલીસનો જાણે કોઈને પણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ ગુનાને અંજામ આપતા પહેલા તે પણ વિચાર કરતા નથી. આ વાત કહેવું સહેજ પણ ખોટું નથી કે, પોલીસ અસામાજિક તત્વો પર અંકુશ મેળવવામાં પોતાની પકડ ગુમાવી રહી છે. ગઈકાલે ગુરુવારે રાત્રિના સમયે ફતેગંજ પેટ્રોલ પંપ પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણોસર મારા મારી થઈ હતી. જેમાં બે જૂથના યુવકો સામસામે લાકડી તથા પટ્ટા સહિતના હથિયારોથી હુમલો કરતા જણાયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો. બાદમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement

ટોળાએ આવી ધમકી આપી

બીજી ઘટનામાં વારસિયા વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે પણ મંદિરમાં પૂજા કરતા યુવકને માર માર્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. આ ઘટનામાં આજુબાજુના લોકોએ વચ્ચે પડીને બંનેને છુટા પડયા હતા. ત્યાર બાદ રાત્રિના ૧૨ વાગ્યાના સમયે નશો કરેલી હાલતમાં આવેલા ૧૫ થી ૨૦ યુવકોનું ટોળું લઈ આવું ભોગ બનનારના પિતાને ધમકી આપી હતી કે, તારો છોકરો બહાર મળશે તો પતાવી દઈશું ઉપરાંત મંદિર બંધ કરાવવાની ધમકી આપી હતી. જો પોલીસ કેસ કર્યો છે. તો વડોદરામાં રહેવાનું ભારે કરી નાખવાની ધમકી આપી હતી. ઉક્ત મામલો વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ફતેગંજ બ્રિજ પર સળંગ ચાર ગાડીઓ ભટકાઇ

Tags :
Advertisement

.

×