Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી નદીમાંથી મગર-કાચબાના કામચલાઉ સ્થળાંતરને મંજુરી

VADODARA : આ કાર્ય પશુચિકિત્સકની નીગરાનીમાં થશે. સ્થળાંતર દરમિયાન મગર અને કાચબાને ઓછામાં ઓછી તકલીફ પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે
vadodara   વિશ્વામિત્રી નદીમાંથી મગર કાચબાના કામચલાઉ સ્થળાંતરને મંજુરી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા અને શિડ્યુલમાં આવતા મગર અને કાચબાને કામચલાઉ ધોરણે સ્થળાંતર કરવાની મંજુરી મળી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે (VISHWAMITRI RIVER CROCODILE AND TURTLE TEMPORARY SHIFT - VADODARA). જેને પગલે ટુંક સમયમાં વિશ્વામિત્રી નદીમાં કામ વેગવંતુ થશે. સ્થળાંતરનું કાર્ય ચુસ્ત શરતોના પાલન સાથે કરવાની તાકીદ કરવામાં આવી છે.

કામચલાઉ રસ્તો કાઢવા માટે તંત્ર મથી રહ્યું હતું

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 300 થી વધુ મગર આવેલા છે, અને સેંકડો કાચબાઓ તથા અન્ય જળચરજીવો વસવાટ કરી રહ્યા છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરતા ડિસિલ્ટિંગ કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન વન વિભાગના શિડ્યુલમાં આવતા મગર અને કાચબાના જીવ જોખમમાં ના મુકાય તે માટે કામચલાઉ રસ્તો કાઢવા માટે તંત્ર મથી રહ્યું હતું.

Advertisement

ઓછામાં ઓછી તકલીફ પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, નદીમાંથી 50 જેટલા મગર અને 100 જેટલા કાચબાના કામચલાઉ સ્થળાંતરને મંજુરી આપી દેવામાં આવી છે. આ સ્થળાંતર દરમિયાન શરતોનું ચુસ્ત પાલન કરવું પડશે. આ કાર્યમાં વન વિભાગ ખાસ દેખરેખ રાખશે. આ કાર્ય પશુચિકિત્સકની નીગરાનીમાં થશે. સ્થળાંતર દરમિયાન મગર અને કાચબાને ઓછામાં ઓછી તકલીફ પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સ્થળાંતર પછી મુલ્યાંકન કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે, જેને મંત્રાલયમાં સબમિટ કરવામાં આવશે. પ્રક્રિયા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન જણાયું તો તુરંત આ પરવાનગી રદ્દ થઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : 140 થી વધુ ગુનામાં સંડોવાયેલા તબિબ સહિત ત્રણને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.

×