VADODARA : પ્રથમ દિવસની ગણતરીમાં 250 જેટલા મગર દેખાયા
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વામિત્રી નદીમાં મગર ગણતરીના (VISHWAMITRI RIVER CROCODILE COUNTING - VADODARA) બે દિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના પ્રથમ દિવસે 250 થી વધુ મગરો દેખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં સવાર અને સાંજે આમ બે પાળીમાં મગર ગણતરી માટે 230 જેટલા લોકોની ટીમો કામગીરી હાથ ધરી રહી છે. તાજેતરમાં વડોદરામાં આવેલા માનવસર્જિત પૂરના કારણે નદીના પટ ધોવાયા છે. જેને પગલે ક્યાંક મગરની ગણતરીની કામગીરી પર તેની અસર જોવા મળી રહી છે.
ગીર ફાઉન્ડેશન સાથે મળીને મગર ગણતરીનું કાર્ય હાથ ધરાયું
માનવસર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદીમાં ડિસિલ્ટિંગનું કાર્ય શરૂ કરવામાં આવનાર છે. તે પહેલા ગીર ફાઉન્ડેશન સાથે મળીને વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર ગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઇ કાલ બે દિવસીય મગર ગણતરીના કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા દિવસે 250 જેટલા મગરો દેખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
માદા મગર માટે મગરો વચ્ચે લડાઇ થાય છે
રેસ્ક્યૂઅરનું કહેવું છે કે, પૂરના કારણે નદીનું ધોવાણ થયું છે. જેના કારણે તટીય વિસ્તાર નાનો થયો હોય તેવું દેખાઇ રહ્યું છે. જેથી આ વખતે મગરની ગણતરી પડકારરૂપ બની છે. અને ખુબ જ સાવચેતી રાખીને કામ કરવું પડી રહ્યું છે. અન્ય રેસ્ક્યૂઅરે ઉમેર્યું કે, મગરના શરીરનો કોઇ ભાગ કપાયો હોય તો પણ તેની નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે માદા મગર માટે મગરો વચ્ચે લડાઇ થાય છે. જેમાં તેમને ઇજાઓ પહોંચતી હોય છે.
આ પણ વાંચો --- VADODARA : ક્રિકેટ જગતના દિગ્ગજ સિતારા કોટંબી સ્ટેડિયમમાં ઉતરશે


