VADODARA : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરની ગણતરી આજથી શરૂ
VADODARA : વડોદરા (VADODARA) શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) માં રહેતા મગરોની આજથી વસતી ગણતરી (CROCODILE COUNT STARTS FROM TODAY - VADODARA) હાથ ધરવામાં આવનાર છે. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર, વન વિભાગ-વડોદરા, સામાજીક વનીકરણ અને શહેરમાં કાર્યરત એનજીઓના વોલંટીયર્સની મદદથી બે દિવસ કામગીરી હાથ ધરવામાં આવશે. જેના અનુસંધાને ગતરોજ મંગળવારે તમામને ટ્રેઇનીંગ આપી દેવામાં આવી છે. અંદાજીત 230 જેટલા લોકો મગર ગણતરીમાં જોડાશે, સવારે અને રાત્રે ઓબ્ઝર્વેશન કરીને તાગ મેળવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
વર્ષ 2019 માં મગરોની ગણતરી હાથ ધરવામાં આવી હતી
વડોદરામાં સમાથી સલસટ સુધીમાં આવતકા વિશ્વામિત્રી નદીના પટને 6 જેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનને 5 કિમીના દાયરામાં રાખવામાં આવ્યો છે. વર્ષ 2019 માં વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે અંદાજીત સંખ્યા 435 હોવાનું સપાટી પર આવ્યું હતું. તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં હાથ ધરતા ડિસિલ્ટિંગ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તે પહેલા મગરની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી મગરના વસવાટને કોઇ ખલેલ ના પહોંચે તે માટે કામચલાઉ ધોરણે તેને અન્યત્રે ખસેડવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
દરેકને દુરબીન અને ટોર્ચ લાઇટ આપવામાં આવ્યા
મગરની ગણતરી સવારે 9 - 1 કલાક અને રાત્રે 8 - 11 કલાક સુધી કરવામાં આવશે. વોલંટીયર્સની ટીમો મગરને 15 ફૂટ દુરથી ઓબ્ઝર્વ કરશે. આ કામગીરી માટે દરેકને દુરબીન અને ટોર્ચ લાઇટ આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં સમા બ્રિજ એન્ટ્રી પોઇન્ટ અને તલસટ એક્ઝીટ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યો છે. દરેક વોલંટીયર પોતાને સોંપવામાં આવેલી શીટમાં ઓબ્ઝર્વેશન લખશે.
મગરની ગણતરી બે વખત કરવાની શક્યતાઓ ઓછી
ગીર ફાઉન્ડેશન સુત્રોના જણાવ્યા અનુસાર, મગર દોઢ કિમીના વિસ્તારમાં રહે છે. પોતાની ટેરેટરી છોડીને આગળ જતો નથી. જેથી મગરની ગણતરી બે વખત કરવાની શક્યતાઓ ઓછી છે. મગરની ગણતરી દરમિયાન વોલંટીયર નદીમાં નહી ઉતરે, મગરને બહાર લાવવા માટે કોઇ પણ પ્રયત્ન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો --- VADODARA : ST બસ કંડક્ટરની બેગ ચોરાઇ, ટીકીટ મશીન સહિત રોકડ ગાયબ


