VADODARA : નદીના રિવાઇવલ પ્રોજેક્ટ વચ્ચે દુષિત પાણીનો નિકાલ જારી
- વડોદરાની વિશ્વામિત્રીમાં દુષિત પાણીના નિકાલનો પ્રશ્ન જુનો
- તાજેતરમાં ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી
- મુખ્યમંત્રીની મુલાકાત બાદ ફરી નદીમાં દુષિત પાણીનું નિકાલ શરૂ કરાયું
VADODARA : વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) ને પહોળી અને ઉંડી કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ વચ્ચે વિશ્વામિત્રી નદીમાં ગટરનું દુષિત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવતા લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તાજેતરમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની ખબર કાઢવા પહોચેલા મુખ્યમંત્રીને પણ તેમણે આ અંગે રજુઆત કરી હોવાનું સામે આવ્યું છે. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ જ રીતે દુષિત પાણીનો નદીમાં નિકાલ કરાશે, તો નદી ક્યારે સ્વચ્છ અને ચોખ્ખી નહીં થાય.
કોર્પોરેટર અને સિનિયર ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો હતો
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એક નાળું બની ગઇ હોવાનો વિશ્વાસ મોટા ભાગના શહેરીજનોને છે. આ વચ્ચે નદીમાં પૂર નિવારણ માટેનાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળી હતી. અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણીના નિકાલ અંગેનો મુદ્દો ઉછાળ્યો હતો.
ફતેગંજથી ઇએમઇ સર્કલ તરફ આવતી કાંસમાંથી પાણી છોડાયું
સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા નદીમાં દુષિત પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. તે બાદ ફરી ચાલુ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફતેગંજથી ઇએમઇ સર્કલ તરફ આવતી કાંસમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ક્રમશ બંધ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો
પાલિકાના અધિકારીઓએ અગાઉ માન્યું હતું કે, ગટર લાઇનના અભાવે આ દુષિત પાણીનો નદીમાં નિકાલ કરવો પડી રહ્યો છે. અગાઉ 21 સ્થળેથી રોજ 7 કરોડ લિટર જેટલું પાણી નદીમાં ઠાલવામાં આવતું હતું. જેને ક્રમશ બંધ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : માંજલપુરમાં શાકમાર્કેટની જગ્યાએ સ્વિમિંગ પૂલ બનાવવાની હિલચાલ


