Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'ઢીલી નીતિ નહીં, પ્રોજેક્ટ પુરો ના કરે તો ભારે દંડ કરો' - ધારાસભ્ય યોગેશ પટેલ

VADODARA : આ વડોદરા શહેરની જનતાનો સવાલ છે. અને છાતી ઠોકીને કહીએ છીએ કે જે કોન્ટ્રાક્ટરોએ કામ લીધા છે તેણે પૂરા કરવા જ પડશે. - MLA
vadodara    ઢીલી નીતિ નહીં  પ્રોજેક્ટ પુરો ના કરે તો ભારે દંડ કરો    ધારાસભ્ય યોગેશ પટેલ
Advertisement

VADODARA : આજે વડોદરામાં પૂર નિવારણ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આજે વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી આવનાર 100 દિવસ ચાલશે. તેનાથી વડોદરાને પૂરથી બચાવી શકાશે તેવો શાસકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ તકે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના (BJP MLA YOGESH PATEL - VADODARA) આકરા તેવર સામે આવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, હવે કોન્ટ્રાક્ટરને ચલાવી લેવામાં નહીં આવે, હવે જો કોન્ટ્રાક્ટર પ્રોજેક્ટ પુરો ના કરે તો તેને ભારે દંડ કરવો જોઇએ. તેની ઢીલી નીતિથી આ કામ નહીં ચાલે, કારણકે આ વડોદરા શહેરની જનતાનો સવાલ છે. અને છાતી ઠોકીને કહીએ છીએ કે જે કોન્ટ્રાક્ટરોએ કામ લીધા છે તેણે પૂરા કરવા જ પડશે. (VISHWAMITRI REVIVAL PROJECT STARTED, BJP MLA SUGGEST PENALTY IF CONTRACTOR MISS DEADLINE - VADODARA)

ખાલી વિશ્વામિત્રી પહોળી કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે

માંજપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયાને જણાવ્યું કે, વર્ષ 1996 થી અનેક વખત મીટિંગોમાં અમે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને ચર્ચા હાથ ધરી રહ્યા છીએ. પરંતુ ગત વર્ષે જે પૂરના પાણી આવ્યા, વડોદરા શહેરનો જે વિસ્તાર દર 4 વર્ષે વિશ્વામિત્રીના પાણી ભરાતા હતા, તેનાથી વિપરીત અન્ય જગ્યાઓએ પાણી ભરાયા હતા. જેના કારણે કરોડો રૂપિયાનું નુકશાન ગયું હતું. વેપારીઓ અને નાગરિકોએ અવાજ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીએ તે વાતને ધ્યાને રાખીને રૂ. 1,100 કરોડનો પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો હતો. તે સમયે મેં જ અવાજ ઉઠાવ્યો હતો કે આ પ્રોજેક્ટ 4 હજાર કરોડ જેટલે પહોંચી શકે છે. ખાલી વિશ્વામિત્રી પહોળી કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, આસપાસના તળાવો, નવા તળાવો, નદીને પહોળી કરવું, આજવા અને પ્રતાપપુરા સરોવરમાં કામ થાય તો જ ઉકેલ આવે. તે માટે સરકાર તૈયાર છે.

Advertisement

આ વડોદરા શહેરની જનતાનો સવાલ છે

વધુમાં તેમણે જણાવ્યું કે, નાગરિકોને ફરી નુકશાન ના જાય તે માટે સરકાર ચિંતિત છે. તેને ધ્યાને લઇને આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી અમને વિશ્વાસ છે. અધિકારીઓ જોડે જે રીતે વાત થઇ છે, તે જોતા હવે લોકોને નુકશાન નહીં થાય તેવું લાગે છે. હવે કોન્ટ્રાક્ટરને ચલાવી લેવામાં નહીં આવે, હવે જો કોન્ટ્રાક્ટર પ્રોજેક્ટ પુરો ના કરે તો તેને ભારે દંડ કરવો જોઇએ. તેની ઢીલી નીતિથી આ કામ નહીં ચાલે, કારણકે આ વડોદરા શહેરની જનતાનો સવાલ છે. અને છાતી ઠોકીને કહીએ છીએ કે જે કોન્ટ્રાક્ટરોએ કામ લીધા છે તેણે પૂરા કરવા જ પડશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત, પૂર બનશે ભૂતકાળ

Tags :
Advertisement

.

×