VADODARA : ચાર દરવાજાનામાં દબાણ હટાવો ઝુંબેશ, બંદોબસ્તમાં DCP તૈનાત
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગીચ ચાર દરવાજા વિસ્તાર (CHAR DARVAJA - VADODARA) માં આજે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત (VMC AND VADODARA POLICE, JOINTLY REMOVING ENCROACHMENT - VADODARA) રીતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીને પગલે દબાણખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો હતો. કાર્યવાહીમાં ટ્રકો ભરીને ગેકદાયદેસર દબાણો જપ્ત કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ કામગીરી આગામી સમયમાં પણ ચાલે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.
પથારાવાળા, લારીઓ વાળા તથા દુકાનદારોનું ગેરકાયદેસર દબાણ
વડોદરાના ગીચ ચાર દરવાજા વિસ્તારમાં આજે પાલિકા અને પોલીસ દ્વારા દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. આ કામગીરી સમયે પાલિકાની દબાણ શાખાની ટીમો અને DCP અભિષેક ગુપ્તા તથા અનેક પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યો છે. પાલિકાની ટીમ ત્રાટકતા સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. સામાન્ય રીતે આ વિસ્તારમાં પથારાવાળા, લારીઓ વાળા તથા દુકાનદારોનું ગેરકાયદેસર દબાણ મોટું હોય છે. જેના કારણે અવર-જવર પર પણ તેની અસર જોવા મળે છે.
નો પાર્કિંગમાં મુકેલા વાહનો સામે પણ વધુ કાયદેસરની કાર્યવાહી
સમગ્ર કાર્યવાહી અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, માંડવી અને આસપાસમાં દબાણ જોવા મળ્યું હતું. જેથી રાવપુરા, સિટી અને વાડી પોલીસ સ્ટેશન, તથા ટ્રાફિક વિભાગના જવાનો તથા પાલિકા સાથે ભેગા મળીને દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરાગેટ સુધી અને ત્યાંથી લહેરીપુરા ચોકી, ત્યાંથી દુધવાળા મહોલ્લા થઇને માંડવી તરફની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ નો પાર્કિંગમાં મુકેલા વાહનો સામે પણ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.
ઘટનાનું પુનરાવર્તન કેવી રીતે અટકાવી શકાય, તેને ધ્યાને રાખો
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વિસ્તારોમાં પાલિકા અને પોલીસ દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ થોડાક સમયમાં ફરી દબાણોની યથાસ્થિતી જોવા મળી હતી. આ ઘટનાનું પુનરાવર્તન કેવી રીતે અટકાવી શકાય, તેને ધ્યાને રાખીને નક્કર કામગીરી કરવામાં આવે તો જ, તેનો હેતુ સાર્થક થશે, તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટરના કારણે ઘરની દિવાલમાં તિરાડ


