VADODARA : 'શિવજી કી સવારી'ના ખર્ચની ઘૂંચ ઉકેલાઇ
VADODARA : શિવરાત્રી (SHIVRATRO - 2025) પર્વ પર યોજાતી શિવજી કી સવારી વડોદરા (SHIV JI KI SAVARI - VADODARA) શહેરની ઓળખ બની ગઇ છે. ત્યારે આ વર્ષે યોજાનાર શિવજી કી સવારી કાર્યક્રમનો ખર્ચ સરકાર કરનાર હોવાનું સ્પષ્ટ થયું છે. વડોદરા પાલિકા (VADODARA - VMC) અને રાજ્ય સરકારનું પ્રવાસન વિભાગ (GUJARAT GOVT - TOURISM DEPARTMENT) ખર્ચનું વહન કરશે. જે પૈકી આશરે રૂ. 40 લાખનો ખર્ચ પ્રવાસન વિભાગના ફાળે જાય છે. આમ, ચાલુ વર્ષે શિવજી કી સવારી કાર્યક્રમના ખર્ચને લઇને કોઇ વિવાદ થાય તે પહેલા જ તંત્રએ જરૂરી પગલાં ભરી દીધા છે.
કાર્યક્રમ પહેલા જ ખર્ચની બાબતો સ્પષ્ટ કરી દેવામાં આવી
શિવરાત્રી પર્વ પર શિવજી તેમના પરિવાર સાથે સંસ્કારી નગરીની નગરચર્યાએ શિવજી કી સવારી સ્વરૂપે નીકળે છે. આન-બાન-શાનથી નીકળજી શિવજી કી સવારી હવે શહેરની ઓળખ બની ગઇ છે. ત્યારે આ વર્ષે કાર્યક્રમ યોજાય તે પહેલા જ તેના ખર્ચની બાબતો સ્પષ્ટ કરી દેવામાં આવી છે. આ વર્ષે શિવજી કી સવારીમાં થનારો ફરાસખાના, લાઇટીંગ સહિતનો ખર્ચ કરવાની સત્તા માટે પાલિકામાં આવેલી દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. બીજી તરફ શિવોત્સવ અંતર્ગત ડાયરા માટેના ખર્ચને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે.
ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી
ખર્ચની જવાબદારી અંગે વિગતવાર જાણીએ તો પાલિકા દ્વારા સુરસાગર ખાતે મહાઆરતી કાર્યક્રમ સંદર્ભે સ્ટેજ બનાવવા, ફરાસખાનું, ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી, લાઇટીંગ, ફોકસ, રોશની, ફુલ-હાર ની જવાબદારીનો ખર્ચ પાલિકા ઉઠાવશે. આ કાર્યક્રમ માટે ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે.
અંદાજીત રૂ. 40 લાખનો ખર્ચ પ્રવાસન વિભાગ કરશે
બીજી તરફ શિવોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઇ, સાવલી અને વડોદરામાં યોજાનાર ડાયરાના કાર્યક્રમનો અંદાજીત રૂ. 40 લાખનો ખર્ચ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. આ જોગવાઇ થવાના કારણે આ વર્ષે ખર્ચ બાબતે નિશ્ચિંત થઇને આયોજકો શિવજી કી સવારીનું આયોજન કરી શકશે.
આ પણ વાંચો --- Patan : ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુંબઈ લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો


