Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાની My Vadodara એન્ડ્રોઇડ એપ નામ માત્ર પુરતી જ બચી

VADODARA : હાલની સ્થિતીએ આ લોકઉપયોગી મોબાઇલ એપ્લીકેશન નવા વર્ઝનના લેટેસ્ટ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાતી નથી
vadodara   પાલિકાની my vadodara એન્ડ્રોઇડ એપ નામ માત્ર પુરતી જ બચી
Advertisement

VADODARA : વડોદરા મહાનગર પાલિકા દ્વારા લોકોના પોતાના પ્રશ્નોની મોબાઇલ મારફતે રજુઆતો પાલિકા તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે My Vadodara એપ્લીકેશન લોન્ચ કરી હતી. જો કે, આજની સ્થિતીએ કેટલાક લેટેસ્ટ મોબાઇલમાં આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન આવતો નથી (VMC PEOPLE CENTRIC MY VADODARA ANDROID MOBILE APPLICATION NOT UPDATED). તેની જગ્યાએ એપ્લીકેશનનું નામ અને લેટેસ્ટ મોબાઇલ વર્ઝન માટે તેનો વિકલ્પ ઉપલબ્ધ નહીં હોવાનું જણાવી રહ્યું છે. જેને પહલે જે તે સમયે બનાવેલી એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશનનો હેતુ આજે સિદ્ધ થતો જણાતો નથી. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો આ વાત સમજીને તુરંત એપ્લીકેશન અપડેટ કરે તો આ સેવાનો વધુમાં વધુ લોકોને તેનો લાભ થઇ શકે તેમ છે.

Advertisement

તંત્ર લોકોના હિતમાં કેટલું સ્માર્ટલી કામ કરે છે, તે વડોદરાવાસીઓ તો જાણે જ છે

વડોદરાને સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વડોદરાનું તંત્ર લોકોના હિતમાં કેટલું સ્માર્ટલી કામ કરે છે, તે વડોદરાવાસીઓ તો જાણે જ છે. તાજેતરમાં આ વાતની વધુ એક વખત સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા પાલિકા દ્વારા My Vadodara નામની એક લોકસેવાકેન્દ્રિ મોબાઇલ એપ્લીકેશન શરૂ કરવામાં આવી હતી. જેમાં લોકોને જરૂરી માહિતી મળી શકે, તેઓ ફરિયાદ કરી શકે, ટેક્સ સહિતની ચૂકવણી કરી શકે વગેરે જેવી સેવાઓ મોબાઇલમાંથી જ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ એપ્લીકેશન એન્ડ્રોઇડ અને એપલ પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Advertisement

આ એપ તમારા મોબાઇલ માટે નથી

હાલની સ્થિતીએ આ એપ્લીકેશન નવા વર્ઝનના લેટેસ્ટ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાતી નથી. એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એપ નીચે સ્પષ્ટ લખાઇને આવે છે કે, આ એપ તમારા મોબાઇલ માટે નથી. જુના વર્ઝન માટે તૈયાર કરવામાં આવી છે. આ અંગે તજજ્ઞોના મતે સમયે સમયે આ એપ્લીકેશનને અપડેટ કરવામાં નહીં આવી હોવાના કારણે આવું થઇ રહ્યું હોય તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. લોકોના પૈસે, લોકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ આજે લોકો જ કરી શકતા નથી. તેની પાછળનું કારણ પાલિકા તંત્રની ઉદાસીનતા છે. જેને તુરંત ખંખેરીને આ એપ્લીકેશન તુરંત લાઇવ થાય તેવા પ્રયાસો તંત્ર સત્વરે કરે તેવી લોકલાગણી પ્રવર્તિ રહી છે.

આ પણ વાંચો --- VADODARA : સરકારી વસાહતમાં પાણીમાં તરતી જીવાતનો ફેલાવો

Tags :
Advertisement

.

×