VADODARA : પાલિકાની બજેટ સભામાં શિવજી કી સવારીનો મુદ્દો છવાયો
VADODARA : આજરોજ વડોદરા પાલિકામાં બજેટની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું (VMC VADODARA BUDGET MEETING - 2025) છે. જેમાં સ્ટેન્ડિંટ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા બજેટ મુકવામાં આવ્યું છે. આ તકે શરૂઆતના તબક્કામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપમાંથી હાંકી કઢાયેલા અલ્પેશ લિંબાચીયાએ શિવજી કી સવારી માટેના બાકી ચૂકવણાનો મુદ્દો ઉઠાવ્યો (SHIVJI KI SAVARI ISSUE RAISED - VADODARA) હતો. જેને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઇને ભાજપના કોર્પોરેટરો તેમને ફરી વળ્યા હતા. આખરે મામલો શાંત પડ્યો હતો. અને સભાનું કામકાજ આગળ વધ્યું હતું.
પાલિકાના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી
વડોદરામાં નીકળતી શિવજી કી સવારી શહેરની ઓળખ બની છે. અગાઉ શિવજી કી સવારી અંતર્ગત આયોજિત કાર્યક્રમોના રૂ. 1 કરોડની ચૂકવણી હજી સુધી બાકી છે. આ ચૂકવણી કરવા માટે તાજેતરમાં પાલિકાની સભામાં દરખાસ્ત આવી હતી. જો કે, આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી હતી. જે બાદ શિવજી કી સવારી પરિવાર સાથે જોડાયેલા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા હાલના પાલિકાના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. તે બાદ આજે પાલિકાની બજેટ સભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો.
કામમાં વાંધા વચકા ના હોવા જોઇએ
અલ્પેશ લિંબાચીયાએ મીડિયાને જણાવ્યું કે, સત્યમ શિવમ સુંદરમ સમિતિના ભીષ્મપિતામહ: સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ છે. સુવર્ણ જડિત શિવજીની મૂર્તિને સ્થાપિત કરીને પાલિકાની સુપરત કરવામાં આવી છે. તે કામમાં વાંધા વચકા ના હોવા જોઇએ. યુપી સરકાર હજારો કરોડનો ખર્ચ કરીને મહાકુંભનું આયોજન કરતા હોય છે. શિવજી કી સવારીમાં રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવે છે. અને તેની શોભા વધારતા હોય છે. તેને પાલિકા મુલતવી કરે તે દુખદ વાત છે. જેથી મેં પાલિકાની સભામાં રજુઆત કરી છે, તાત્કાલિક ધોરણે આ દરખાસ્તને મંજુર કરવી જોઇએ. આવા ધાર્મિક કામમાં રોડા કેવી રીતે આપણે નાંખી શકીએ ?, અને તે કરવું કેટલી હદે યોગ્ય છે ?. ભલે સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે. મારી વિનંતી છે કે, સભામાં આ દરખાસ્તને એકસુરે મંજુર કરવી જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : ભાજપના ધારાસભ્યએ કરેલો વાયદો સ્થળ પર જ પૂરો કર્યો


