Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાના 'આકર્ષક' બજેટ સામે વિપક્ષના અણિયારા સવાલો

VADODARA : વર્ષ 2025-26 માં રૂ. 1700 કરોડના કામ કરવાની વાતો કરવામાં આવી છે. તે અશક્ય છે ! રૂ. 2500 કરોડ વહિવટી ખર્ચમાં જતાં રહે છે.
vadodara   પાલિકાના  આકર્ષક  બજેટ સામે વિપક્ષના અણિયારા સવાલો
Advertisement

VADODARA : ગતરોજ વડોદરા પાલિકા (VADODARA - VMC) ના મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ (VMC - BUDGET - 2025) રૂ. 6,200 કરોડનો બજેટ ડ્રાફ્ટ રજુ કરવામાં આવ્યો છે. જેની સત્તાપક્ષ દ્વારા ભરપેટ સરાહના કરવામાં આવી રહી છે. તો સામે પક્ષે વિપક્ષ દ્વારા તેને નગરજનોને ગેરમાર્ગે દોરતા બજેટ તરીકે ગણાવવામાં આવ્યું છે. આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા દાવાઓ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જે જોતા આગામી સમયમાં યોજાનાર પાલિકાની બજેટ સભામાં સામસામે જોવાજેવી થાય તો નવાઇ નહીં.

અમે વર્ષોથી સત્તાપક્ષને શહેરના વિકાસલક્ષી દરખાસ્તો આપીયે છે

વડોદરા પાલિકા દ્વારા રજુ કરવામાં આવેલા બજેટને લઇને હાલના વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થું અને પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વખતે પ્રથમ વખત બજેટમાં લોક ભાગીદારીના ભાગરૂપે બજેટમાં સમાવવા માટેના વિકાસકાર્યો અંગેના સુચનો મંગાવવામાં આવ્યા હતા. સત્તાપક્ષ દ્વારા દાવો કરાયો કે, લોકોના સુચનોની ચર્ચા કરી બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવશે. ત્યારે, અમે છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાપક્ષને શહેરના વિકાસલક્ષી દરખાસ્તો આપીયે છે. જે મોટા ભાગની શહેરના વિકાસના સંદર્ભે જ હોય છે. પરંતુ તેમના દ્વારા અમારી દરખાસ્તો ફગાવી દેવામાં આવે છે. અને બીજી બાજુ સત્તાપક્ષ લોકોના સુચનો લેવાના નામે નાટક કરવામાં આવી રહ્યું છે.

Advertisement

રૂ. 2500 કરોડ વહિવટી ખર્ચમાં જતાં રહે છે

વધુમાં જણાવ્યું હતું કે, અંદાજપત્રની સ્પીચમાં જ વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે, છેલ્લા 9 માસમાં રૂ. 700 કરોડના કામો કરવામાં આવ્યા છે. અને આગામી 31 માર્ચ 2025 સુધીમાં રૂ. 1500 કરોડના કામ કરવાની વાત કરવામાં આવી છે. જે શક્ય નથી. ઉપરાંત વર્ષ 2025-26 માં રૂપિયા 1700 કરોડના કામ કરવાની વાતો કરવામાં આવી છે. તે લગભગ અશક્ય છે ! રૂ. 2500 કરોડ વહિવટી ખર્ચમાં જતાં રહે છે. જેથી આ અંદાજપત્ર આગામી આવતી કોર્પોરેશનની ચૂંટણીલક્ષી અને નગરજનોનોને ગેરમાર્ગે દોરતું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વડોદરાના આંગણેથી પ્રયાગરાજની વિશેષ ટ્રેન દોડશે

Tags :
Advertisement

.

×