VADODARA : પાલિકાએ બંધ કરેલો ડિવાઇડરનો કટ ખુલ્લો કરી દેતા રોષ
VADODARA : વડોદરા પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને જોખમી કટનો અભ્યાસ કરીને તેનો રીપોર્ટ પાલિકામાં સોંપ્યો હતો. જેમાં આશરે 60 જેટલા સ્પોટનો ઉલ્લેખ હતો. તે પૈકી પાલિકા દ્વારા 25 જેટલા સ્પોટ પર કાર્યવાહી કરતા કટ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને ત્યાં લોખંડના રોડ ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ પૈકી શહેરના કુંભારવાડા પોલીસ ચોકી પાસે બંધ કરેલો કટ અજાણ્યા શખ્સો દ્વારા એક ખૂણેથી ખુલ્લો કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોની માંગ છે કે, આ કટને બંધ કરીને આવું જોખમી કૃત્ય કરનાર શખ્સ સામે કડક પગલાં લેવા જોઇએ. (UNKNOWN PERSON OPEN RISKY CLOSED DIVIDER CUT - VADODARA)
60 જેટલા સ્પોટ જોખમી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બાદ રોડ પરના જોખમી ડિવાઇડર કટ અંગે વડોદરા પોલીસ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના અંતે રીપોર્ટ તૈયાર કરીને પાલિકાને સોંપવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં 60 જેટલા સ્પોટ જોખમી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટ સબમીટ કર્યા બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને પ્રાથમિક કાર્યવાહી કરતા 25 જેટલા ડિવાઇડર કટને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સ્થળે લોખંડના રોડ ઉભા કરીને લગાવી દેવામાં આવ્યા હતા.
આ કટને એક ખૂણેથી ખોલી મુકવામાં આવ્યો
તે પૈકી એક જગ્યા વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ ચોકીની સામેનો ડિવાઇડર કટ પણ હતો. તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, ગણતરીના દિવસોમાં જ આ કટને એક ખૂણેથી ખોલી મુકવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. જેને પગલે ટુ વ્હીલર તેમાંથી સરળતાથી પસાર થઇ શકે તેટલો રસ્તો ખુલ્લો પડ્યો છે. જેને પગલે અકસ્માત થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો છે. અને આ પ્રકારનું જોખમી કૃત્ય કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો --- VADODARA : ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીએ સ્ટેજ પર ચઢી મજા લૂંટી


