Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટરના કારણે ઘરની દિવાલમાં તિરાડ

VADODARA : પાલિકા લોકોના વેરાના પૈસા વેડફી રહ્યા છે. અધિકારીઓ ભણ્યા તો ખરાં પરંતુ તેમને જ્ઞાન નથી. યોગ્ય તપાસ કરી હોત, તો આવું ન થયું હોત
vadodara   પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટરના કારણે ઘરની દિવાલમાં તિરાડ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સરદારનગરમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. માઇક્રોટનલીંગની કામગીરીમાં કંઇ હાથ ના લગાતા આખરે કામગીરી બંધ કરવાનો વારો આવ્યો છે. દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામગીરીના સ્થળ પાસેના મકાનોની દિવાલમાં તિરાડો પડી છે. જેના કારણે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. હવે પાલિકાના અધિકારીઓ આ ખોદકામ પૂરી દેવાની પૈરવીમાં હોવાનું સ્થાનિક સુત્રોનું જણાવવુ છે. જાગૃત નાગરિકે આ પ્રકારની બેદરકાર કામગીરી કરનાર અધિકારી પાસેથી કામનો ખર્ચ વસુલ કરવો જોઇએ તેવી માંગ કરી હતી.

Advertisement

ત્રણ મહિના અમને બહુ હેરાન કર્યા છે

સ્થાનિક મહિલાએ મીડિયાને જણાવ્યું કે, આ કામ કરવાથી મારૂ કમ્પાઉન્ડ બેસી ગયું છે. મારા પાડોશીની દિવાલ તુટી ગઇ છે. મારી ચોકડી પણ બેસી ગઇ છે. અમારી વેદના કોઇ સાંભળતું નથી. ચાર દિવસથી અમે તેમને સતત બોલાવી રહ્યા છીએ. આખરે આ કામ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને કોઇ ફોલ્ટ મળ્યો નથી. ત્રણ મહિના અમને બહુ હેરાન કર્યા છે. અમે ઘરમાં વાહન પણ મુકી શકતા ન્હતા. ઘર પાસે જ ભયંકર કીચ્ચડ કરી મુક્યું હતું. કામ કરતા ફોલ્ટ જ નથી મળ્યો આ લોકોને..!

Advertisement

અધિકારી પાસેથી આ કામનો ખર્ચ વસુલવો જોઇએ

જાગૃત નાગરિકે મીડિયાને જણાવ્યું કે, સરદાર નગરની આ સોસાયટીમાં ક્યારે પાણી ભરાવવાનો પ્રશ્ન થયો જ નથી. ત્યારે પાલિકા દ્વારા માઇક્રોટનલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામને જોતા તેવું લાગે છે કે, પાલિકાને નવા કામો હાથ પર લેવામાં મઝા આવે છે. પેવર બ્લોક હોય કે, બીજું કંઇ હોય તેઓ કામગીરી શોધતા જ હોય છે. આ રીતે પાલિકા લોકોના વેરાના પૈસા વેડફી રહ્યા છે. અધિકારીએ ભણ્યા તો ખરાં પરંતુ તેમને જ્ઞાન નથી. આ મામલે યોગ્ય તપાસ કરી હોત, તો પરિસ્થિતીનું સર્જન ના થયું હોત. લોકો ચાર મહિનાથી પરેશાન થયા છે. પ્લાનીંગ વગર કામ હાથમાં લેનાર અધિકારી પાસેથી આ કામનો ખર્ચ વસુલવો જોઇએ. પ્રશાસને કોન્ટ્રાક્ટરને એટલી સત્તા આપી દીધી છે કે, તે જાતે જ નેતા બની જાય છે.

આ પણ વાંચો --- VADODARA : સરકારી નાણાંનો અંગત ઉપયોગ કરનાર તલાટી કમ મંત્રી સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×