Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરાવાસીઓને મળી રૂ. 331 કરોડના વિકાસકાર્યોની ભેંટ

VADODARA : વડોદરા પાલિકામાં ટુંકા અને લાંબા ગાળાનું આયોજન પહેલાથી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ થઇ રહ્યું છે - સાંસદ ડો. હેમાંગ જોષી
vadodara   વડોદરાવાસીઓને મળી રૂ  331 કરોડના વિકાસકાર્યોની ભેંટ
Advertisement

VADODARA : આજરોજ વડોદરા પાલિકા દ્વારા રૂ. 331 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું (VMC DEVELOPMENT WORK - VADODARA) છે. આ તકે મેયર, ધારાસભ્યો, સાંસદ, સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને કલાનગરીના કલાકારો દ્વારા આર્ટ ગેલેરીની વર્ષોજુની માંગ કરવામાં આવી રહી હતી. જે આજે પૂર્ણ થઇ છે. વડોદરાના બદામડી બાદમાં જરુરી તમામ સુવિધાઓથી સજ્જ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેને પગલે હવે વડોદરાના કલાકારો તેનો ઉપયોગ કરી શકશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઇને અન્ય સુવિધાના કામો ઝડપથી થઇ રહ્યા છે

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR.HEMANG JOSHI) એ મીડિયાને જણાવ્યું કે, આજે પ્રજાલક્ષી, શહેરની સુવિધા વધારે તેવા રૂ. 331 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ સાથે વાહનોનું ફ્લેગ ઓફ અને આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વિકસીત વડોદરા માટેના પ્રયત્નો વિશે ચર્ચા કરીને, વડોદરા વિકાસમાં અગ્રેસર બને, પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઇને અન્ય સુવિધાના કામો ઝડપથી થઇ રહ્યા છે. વડોદરામાં ચૂંટણીને વાર છે, પાલિકામાં ટુંકા અને લાંબા ગાળાનું આયોજન પહેલાથી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ થઇ રહ્યું છે. આને ચૂંટણી જોડે સરખાવવું ના જોઇએ. આપણે વડોદરાને વિકસીત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપ બનીએ.

Advertisement

વ્યાપક લાભ લેવો જોઇએ

દંડક બાળુ શુક્લ (GUJARAT DANDAK BALU SHUKLA) એ મીડિયાને જણાવ્યું કે, વડોદરામાં રૂ. 331 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ હતો. સાથે આર્ટ ગેલેરી વડોદારની ઓળખ હતી. તેને પુનર્જીવીત કરીને મોર્ડન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવું છું. તમામે આર્ટ ગેલેરીની મુલાકાત લઇને તેનો વ્યાપક લાભ લેવો જોઇએ.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : દારુ વેચતી 300 મહિલાઓને પગભર બનાવાશે પોલીસ

Tags :
Advertisement

.

×