Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાના બેદરકાર વાહન ચાલકે અકસ્માત સર્જ્યો, હાલત ગંભીર

VADODARA : 11 વાગ્યે હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં સરકારી વાહન સાથે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ દર્દીને લઇને આવવામાં આવ્યા - ડોક્ટર
vadodara   પાલિકાના બેદરકાર વાહન ચાલકે અકસ્માત સર્જ્યો  હાલત ગંભીર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાલિકાના દબાણ શાખાના બેદરકાર વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બાઇક ચાલકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. પાલિકાના વાહન થકી વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષી લાગણી જોવા મળી રહી છે.

Advertisement

ગતમાસમાં પાલિકાના ડોર ટુ ડોરના વાહનની અડફેટે 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું

વડોદરા પાલિકાના વાહન દ્વારા અક્સ્માતની ઘટના કોઇ નવી વાત નથી. સમયાંતરે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ તેના પર રોક લગાડવા માટે પાલિકા તંત્ર પાસે કોઇ ઉપાય નથી. જેથી આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. ગતમાસમાં પાલિકાના ડોર ટુ ડોરના વાહનની અડફેટે 4 વર્ષનો બાળક આવતા તેનું મોત નિપજ્યું હતું. અને આજે પાલિકાના દબાણ શાખાના વાહનની અડફેટે બાઇક પર જતા વૃદ્ધના અકસ્માતની ઘટના સામે આવી છે. એક પછી એક ઘટનાઓ સામે આવવાના કારણે લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને પાલિકાએ ડ્રાઇવરોને યોગ્ય ટ્રેઇનીંગ આપવી જોઇએ, તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

હાલ દર્દીની સ્થિતી ગંભીર છે

વડોદરાની એસએસજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણએ મીડિયાને જણાવ્યું કે, આજે સવારે 11 વાગ્યે હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકી પાસે અકસ્માતમાં ઘાયલ દર્દીને લઇને આવવામાં આવ્યા છે. જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ છે. આ મામલે ટુંક વિગત જણાવવામાં આવી હતી કે, કોઇ સરકારી વાહન સાથે અકસ્માતની ઘટના બની હતી. હાલ દર્દીની સ્થિતી ગંભીર છે. દર્દીને હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. અને દર્દીનો જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : VMCના એક નિર્ણયે અનેકને ઘરે બેસવા મજબુર કર્યા

Tags :
Advertisement

.

×