Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકામાં અંતરિક બદલી, 8 અધિકારીઓના વિભાગ બદલાયા

VADODARA : વડોદરા પાલિકામાં ફરજ બજાવતા 8 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીઓના હુકમ થતાં લોકચર્ચાનો વિષય બન્યા છે. તે પૈકી કરાર આધારીત એક કર્મચારીને કાર્યપાલક ઇજનેરનો ચાર્જ આપવામાં આવતા પાલિકાની કચેરીમાં આશ્ચર્ય સાથે ગણગણાટ શરૂ થવા પામ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા...
vadodara   પાલિકામાં અંતરિક બદલી  8 અધિકારીઓના વિભાગ બદલાયા
Advertisement

VADODARA : વડોદરા પાલિકામાં ફરજ બજાવતા 8 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીઓના હુકમ થતાં લોકચર્ચાનો વિષય બન્યા છે. તે પૈકી કરાર આધારીત એક કર્મચારીને કાર્યપાલક ઇજનેરનો ચાર્જ આપવામાં આવતા પાલિકાની કચેરીમાં આશ્ચર્ય સાથે ગણગણાટ શરૂ થવા પામ્યો છે.

Advertisement

મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલીના આદેશ

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામો પૈકી ડ્રેનેજ, રોડ-રસ્તા, પાણી સહિતના કામોમાં વિલંબ થતો હોવાના તથા કરેલા કામોમાં ખામી સર્જાયાનું સમયાંતરે સામે આવવાના કારણોસર પાલિકામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીના હુકમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકા કમિશ્નર દિલીપ રાણાએ હવાલાના સિટી એન્જીનિયર અલ્પેશ મજમુદાર પાસેથી પાણી પુરવઠાના HODનો ચાર્જ લઇ ધાર્મિક દવેને જવાબદારી સોંપવાનો હુકમ કર્યો છે. આખો ઉનાળો અને હાલના સમયમાં પાણીને લઇને અનેક વિસ્તારોમાંથી બુમો ઉઠવા પામી છે. શહેરવાસીઓને પુરા પાડી શકાય તેવા તમામ સ્ત્રોત ઉપલબ્ધ હોવા છતાં અનેક વિસ્તારમાં લોકોએ પાણી માટે વલખા મારવા પડ્યા હોય તેવું અવાર-નવાર સપાટી પર આવતું રહ્યું છે.

Advertisement

દર્શિન મહેતાને પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેર બન્યા

આ સાથે પ્રશાંત જોશીને રોડ પ્રોજેક્ટમાંથી ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી તો દર્શિન મહેતાને પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી સોંપવામાં આવી છે. ભાર્ગવ પંડિત અને હેતલ રૂપાપરાને રોડ પ્રોજેક્ટની જવાબદારી સોપવામાં આવી છે.

કાર્યપાલક ઇજનેરનો વધારાનો ચાર્જ ચર્ચાનો વિષય

સુત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલા એન્જિનિયર 11 મહિનાના કરાર આધારિત કર્મચારી છે. તેઓને કાર્યપાલક ઇજનેરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવતા અન્ય તમામ કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે ઉચ્ચક પગારના કર્મચારીઓને કોઈ ચાર્જ આપવામાં આવતો નથી. આંતરિક બદલી બાદ શહેરવાસીઓની સમસ્યા ઓછી થાય છે કે વધે છે, તે આવનાર સમય જ જણાવશે.

આ પણ વાંચો -- GSRTC: તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય, 11,700 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

Tags :
Advertisement

.

×