Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અંજના હોસ્પિટલને ક્લિનચીટ, પાલિકાની કાર્યવાહી શંકાના ઘેરામાં

VADODARA : સંચાલિકા ડો. મલ્લિકા ખન્નાનો બીજો વીડિયો પણ વાયરલ થયો હતો. જે હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ સમજવા માટે પુરતો હતો
vadodara   અંજના હોસ્પિટલને ક્લિનચીટ  પાલિકાની કાર્યવાહી શંકાના ઘેરામાં
Advertisement

VADODARA : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ વડોદરાના ભાયલી-સેવાસી રોડ પરની અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) ભારે વિવાદમાં આવી હતી. અહિંયા આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીઓને ફોટા પાડવા માટે આઇસીયુમાં રાખવામાં આવ્યા હોવાનો આરોપ મુકતો વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) માં ભારે વાયરલ થવા પામ્યો હતો. જે બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો છોડવામાં આવ્યા હતા. વડોદરા પાલિકાની (Vadodara Vmc) ટીમ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરીને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. જેને પગલે હવે પાલિકાના અધિકારી શંકાના ઘેરામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો છોડવામાં આવ્યા

વડોદરાના ભાયલી સેવાસી રોડ પર આવેલી અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) દ્વારા આયુષ્યમાન કાર્ડ ધારકોને બિનજરૂરી આઇસીયુમાં રાખીને તેના ફોટા વેબસાઇટ પર અપલોડ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તુરંત પાલિકાના આરોગ્ય અમલદાર દેવેશ પટેલ દ્વારા ટીમ સ્થળ તપાસ માટે મોકલી આપવામાં આવી હતી.

Advertisement

સાંઠગાંઠ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી

આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ તપાસ પૂર્ણ કરીને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. જેને પગલે આરોગ્ય વિભાગની તપાસ શંકાના દાયરામાં આવી છે. અને અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) તથા આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ વચ્ચે સાંઠગાંઠ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

તરહ તરહના સવાલોએ લોકોના મનમાં સ્થાન લીધું

અત્રે ઉલ્લેખનીય છે કે, અંજના હોસ્પિટલમાં (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીને બિનજરૂરી રીતે આઇસીયુમાં માસ્ક પહેરાવીને રાખતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલના ડો. મલ્લિકા ખન્નાનો બીજો વીડિયો પણ વાયરલ થયો હતો. જે હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ સમજવા માટે પુરતો હતો. છતાં પાલિકાના આરોગ્ચય વિભાગ દ્વારા ક્લિનચીટ આપવામાં આવતા હવે તરહ તરહના સવાલોએ લોકોના મનમાં સ્થાન લીધું છે.

આ પણ વાંચો -- VADODARA : અંજના હોસ્પિટલના સંચાલકો ખુલ્લા પડ્યા, જાણો "ગોલમાલ" અંગે શું બોલી ગયા

Tags :
Advertisement

.

×