Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આવાસ યોજનાના ડ્રો પ્રસંગે ભાજપની જૂથબંધી છતી થઇ

VADODARA : દંડક બાળુ શુક્લએ જણાવ્યું કે, ગરીબોના કામ માટેના કાર્યક્રમમાં તમામે હાજર રહેવું જોઇએ. કોઇ વ્યસ્તતાના કારણે તેઓ કદાચ નહીં આવ્યા હોય
vadodara   આવાસ યોજનાના ડ્રો પ્રસંગે ભાજપની જૂથબંધી છતી થઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં આજરોજ પાલિકા દ્વારા આવાસ યોજનાના 780 મકાનોના ડ્રો (HOUSING AWAS DRAW - VADODARA) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્તાપક્ષ ભાજપની જૂથબંધી છતી (GROUPISM IN BJP COME ON SURFACE - VADODARA) થઇ છે. માત્ર ગણતરીના જ નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપવા આવતા મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આખરે આ ખુરશીઓને ભરવા માટે કોર્પોરેટરોને સ્ટેજ પર બોલાવવા પડ્યા હતા. જો કે, મેયર દ્વારા જૂથવાદને નકારી કાઢવામાં આવ્યો હતો.

સ્ટેજ પર મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી

આજરોજ વડોદરામાં આવાસ યોજનાના 780 મકાનો માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લ (BJP MLA BALU SHUKLA) અને મેયર પિંકીબેન (VADODARA MAYOR - PINKIBEN SONI) સોની જ હાજર રહ્યા હતા., તેમના સિવાયના મોટાભાગના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અપેક્ષિતોમાંથી ડે.મેયર, ધારાસભ્યો, અને મોટા ભાગના કોર્પોરેટરોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેને પગલે સ્ટેજ પર મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

Advertisement

કોઇ વ્યસ્તતાના કારણે તેઓ કદાચ નહીં આવ્યા હોય

આખરે આ ખુરશીઓ ભરવા માટે કોર્પોરેટરોને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના 68 માંથી માત્ર 7 કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા. જેના કારણે તેમની ઉદાસીનતા ખુલ્લી પડી જવા પામી હતી. આ પ્રસંગે દંડક બાળુ શુક્લએ જણાવ્યું કે, ગરીબોના કામ માટેના કાર્યક્રમમાં તમામે હાજર રહેવું જોઇએ. કોઇ વ્યસ્તતાના કારણે તેઓ કદાચ નહીં આવ્યા હોય. જે નહીં આવ્યા હોય તેમને મેયર જાણ કરશે.

Advertisement

જૂથબંધી જેવી કોઇ વાત નથી

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ કહ્યું કે, કોર્પોરેશનના કાર્યક્રમોમાં તમામે હાજર રહેવું જોઇએ, તે વાતથી હું સંમત છું. મેં હાજર રહીને મારી જવાબદારી નિભાવી છે. લગ્ન પ્રસંગો અથવા અંગતકારણોસર કદાચ કોર્પોરેટરો હાજર રહ્યા નહીં હોય. જ્યારે મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું કે, એક જ સમયે બે-ત્રઈ કાર્યક્રમો હોવાના કારણે કોર્પોરેટર કે મહેમાન નહીં આવ્યા હોય. જૂથબંધી જેવી કોઇ વાત નથી. જે ગેરહાજર છે, તેમને હું કારણ પુછીશ, ત્યાર બાદ ખબર પડશે કે કેમ નથી આવ્યા.

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આખરે રીટેન્ડરીંગ કરવાનો નિર્ણય

Tags :
Advertisement

.

×