VADODARA : ધાર્મિક દબાણો દુર કરવા મિટિંગોનો દોર શરૂ
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં 314 સ્થળે ધાર્મિક દબાણો થયેલા હોવાનું ધ્યાને આવ્યું છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાલિકા (VMC - VADODARA) દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જે માટે અત્યાર સુધીમાં આઠ મિટિંગો યોજાઇ ચુકી છે. આમ, દબાણઓ દુર કરવાની દિશામાં પાલિકા તંત્ર દ્વારા મક્કમ રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. (REMOVAL OF RELIGIOUS ENCROACHMENT WITH CONSULTATION - VADODARA, VMC)
નોર્થ ઝોનમાં સૌથી વધુ 128 દબાણો
તાજેતરમાં પાલિકાની વડી કચેરી ખાતે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે ડે. મ્યુનિ. કમિ. કેતન જોષી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં નોર્થ ઝોનમાં સૌથી વધુ 128 દબાણો આવેલા છે. આ દબાણો પૈકી કેટલાક માલિકીના છે, કેટલાક પાલિકાની જગ્યામાં છે અને કેટલાક ખાનગી જગ્યામાં છે. જેથી આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
78 દબાણો રિલોકેટ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી
સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાની જગ્યામાં છે તેને ખસેડી માલિકીની જગ્યામાં સ્થાપિત કરવામાં આવે, જે માલિકીની જગ્યામાં છે પરંતુ નડતરરૂપ છે તેને પણ અન્ય સ્થળે રિલોકેટ કરવામાં આવે તેમજ જે ગેરકાયદે છે તે કોઇ માલિકીના સ્થળે ખસેડવામાં આવે તો નગર દબાણમુક્ત થાય અને આ ધાર્મિક સ્થળો સાથે જેમની આસ્થા સંકળાયેલી છે તેમને પણ સાચવી શકાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં પણ તમામ ધર્મના લોકો સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી 78 દબાણો રિલોકેટ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું પાલિકાના ડેપ્યુટી કમિશ્નર કેતન જોષીએ મિડિયાને જણાવ્યું હતું.
આ પણ વાંચો --- Rashifal: આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ફળદાયી, વાંચો 28 તારીખનું રાશિ ભવિષ્ય


