VADODARA : વડોદરા પાલિકાના શાસકોને મુખ્યમંત્રીનું તેડું
VADODARA : વડોદરા મહાનગર પાલિકાના શાસકોને મુખ્યમંત્રીનું તેડું આવ્યું છે. આજે પાંચ મહત્વના હોદ્દેદારો ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીના નિવાસ સ્થાને તેમની જોડે મુલાકાત કરશે. આ મુલાકાતમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને અન્ય હાજર રહેશે. આગામી પાલિકાની ચૂંટણી તથા શહેરના વિકાસના કામોને લઇને આ બેઠક મહત્વની હોવાનું માનવામાં આવી રહ્યું છે. (KEY PERSON FROM VADODARA VMC INVITE BY CM OF GUJARAT)
- વડોદરા મનપાના 5 હોદ્દેદારોને મુખ્યમંત્રીનું તેડું
- CM ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસસ્થાને મળશે બેઠક
- આજે બપોરે 3 વાગ્યે મળશે મહત્વની બેઠક
- મેયર પિંકી સોની, ડે.મેયર ચિરાગ બારોટ રહેશે હાજર
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ બોલાવાયા
- શાસક પક્ષના નેતા મનોજ પટેલ, શૈલેષ પાટીલને પણ… pic.twitter.com/xyf0SCxXnj— Gujarat First (@GujaratFirst) March 21, 2025
આજે ત્રણ વાગ્યે આ બેઠક મળવા જઇ રહી છે
વડોદરા પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ચૂંટણી અને વિકાસના કામો અંગે મહત્વની ચર્ચા કરવા માટે પાલિકાના હોદ્દેદારોને તેડું મોકલવામાં આવ્યું છે. આજે પાલિકાના મેયર પિન્કીબેન સોની, ડે. મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલ આ ચર્ચા માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાજર રહેશે. આજે ત્રણ વાગ્યે આ બેઠક મળવા જઇ રહી છે.
વિકાસકાર્યોની ધીમી ગતિ અંગે ધારાસભ્યની ટકોર
વિકાસમાં વડોદરા ક્યાંક અન્ય શહેરોની સરખામણીએ પાછળ પડી ગયું હોય તેવી ટકોર અગાઉ મુખ્યમંત્રી કરી ચૂક્યા છે. ત્યારે આજે મળનારી બેઠકમાં પાલિકાની આગામી ચૂંટણી તથા શહેરમાં વિકાસના કાર્યોને ચર્ચામાં અગ્રિમતા આપવામાં આવે તેવું સુત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં પાલિકાની સંકલનની બેઠકમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા વિકાસકાર્યોની ધીમી ગતિને લઇને પાલિકાની ચૂંટણીના પરિણામોમાં તેની અસર દેખાઇ શકે છે, તેવી સૂચિત ટકોર કરી હતી. તે સંદર્ભે પણ ચર્ચા થવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો --- VADODARA : પૂર નિવારણના પગલાં ભરવામાં સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી


