VADODARA : ઉદ્ધાટનની વાટ જોતી લાઇબ્રેરીના કર્મીને પગાર ચૂકવણી
VADODARA : વડોદરા (VADODARA) ના નિઝામપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા લાઇબ્રેરી (VMC LIBRARY - NIZAMPURA) તૈયાર કરવામાં આવી છે. જે હાલ ઉદ્ધાટનની રાહ જોઇ રહી છે. આ તૈયાર કરીને ધૂળ ખાતી હાલતમાં મુકી રાખવામાં આવેલી લાઇબ્રેરીમાં સિક્ટોરીટી જવાનની તૈનાતી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જેને પગારની ચૂકવણી પણ કરવામાં આવતી હોવાનું સ્થાનિક કોર્પોરેટર જણાવી રહ્યા છે. ત્યારે હવે આ લાઇબ્રેરી લોકો માટે ક્યારે ખુલ્લી મુકાશે, આ વાત જાણવા સૌ કોઇ ઉત્સુક બન્યું છે. અગાઉ પણ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવતા તૈયાર હાલતમાં બંધ મુકી રખાયેલા નિઝામપુરાના સુવિધાસભર અતિથિ ગૃહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
સુવિધાસભર અતિથી ગૃહના ઉદ્ધાટનનો મુદ્દો ઉઠાવ્યો હતો
વડોદરા પાલિકા અનેક કારણોસર ચર્ચા-વિવાદમાં આવતી રહે છે. તાજેતરમાં શહેરના વહીવટી વોર્ડ નં - 1 ના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા નિઝામપુરા વિસ્તારમાં તૈયાર સુવિધાસભર અતિથી ગૃહના ઉદ્ધાટનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચિમતી ઉચ્ચારી હતી. જેને પગલે શાસકોએ તાત્કાલિક તેનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદ હવે તેઓ ધૂળખાતી લાઇબ્રેરીનો મુદ્દો સપાટી પર લાવ્યા છે.
સિક્યોરીટીના માસિક રૂ. 30 હજાર જેટલા રૂપિયા ચુકવાતા હશે
વોર્ડ નં - 1 ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ મીડિયાને જણાવ્યું કે, ચોમાસા પહેલા લાઇબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો હતો. અગાઉ રેનબસેરાની ગ્રાન્ટમાંથી નવાયાર્ડમાં રેન બસેરા બનાવવાના હતા. તેમાં પાવન પાર્ક સોસાયટીના રહીશોના વિરોધના કારણે તે બન્યું નથી. જેથી ત્યાં કોમ્યુનિટી હોલ બનાવ્યો હતો. અમે ત્યાં હેલ્થ અથવા સેનેટરી વિભાગ ચાલુ કરવા માટેનું સુચન અમે કર્યું હતું. ત્યાર બાદ ચોમાસા પહેલા રીનોવેશન કરીને લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાં પુસ્તકો પણ મુકી દીધા છે. લાઇબ્રેરીનું ઉદ્ધાટન હજી સુધી થયું નથી. વગર વપરાશની બિલ્ડીંગને સાચવવા માટે સિક્યોરીટીને પગાર ચુકવવામાં આવી રહ્યો છે. ત્યાં 24 કલાક સિક્ટોરીટી મુકવામાં આવી છે. આ લાઇબ્રેરીનું ઓપનીંગ થાય તે જરૂરી છે. તે ક્યારે થશે તે પ્રશ્ન છે. આવી કેટલીય બિલ્ડીંગો હશે, તે ધૂળ ખાતી હશે. સિક્યોરીટી મુકીને ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ શિફ્ટમાં કામ કરતા સિક્યોરીટીના માસિક રૂ. 30 હજાર જેટલા રૂપિયા ચુકવાતા હશે.
આ પણ વાંચો -- VADODARA : ઐતિહાસીક લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવાની દરખાસ્ત પરત


