VADODARA : પ્રજાના પૈસે કોર્પોરેટરો સિક્કીમના પ્રવાસે જશે
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ના પુરૂષ કોર્પોરેટરો સિક્કીમમાં પ્રવાસે જનાર (CORPORATOR TO GO SIKKIM FOR EDUCATIONAL TOUR - VADODARA) છે. આગામી 6 - 12 માર્ચ સુધી ધ રિજીયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, મુંબઇ દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આ પ્રવાસ માટે અંદાજિત રૂ. 20 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચની મંજુરી માટે પાલિકામાં દરખાસ્ત મુકવામાં આવી છે. આમ, પ્રજાના પૈસે કોર્પોરેટરો સિક્કીમના પ્રવાસે જવા તત્પર બન્યા છેે.
સ્થાઇ સમિતિમાં વધારાના કામ તરીકે મુકવામાં આવી
ધ રિજીયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, મુંબઇ દ્વારા સિક્કીમના ગાંગટોક ખાતે ટ્રેઇનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે વડોદરા પાલિકાના પુરૂષ કોર્પોરેટર જનાર છે. આ સેમિનારમાં ભાગ લેવા માટે હવાઇ યાત્રા થકી આવવા-જવા, રહેવા, જમવા તથા અન્ય ખર્ચની દરખાસ્ત પાલિકાની સ્થાઇ સમિતિમાં વધારાના કામ તરીકે મુકવામાં આવી છે. જેને મંજુરી આપવામાં આવી છે.
એપ્રીલ - 2023 માં મહિલા કોર્પોરેટરો સિક્કીમના પ્રવાસે ગયા હતા
શૈક્ષણિક ખર્ચ માટે મ્યુનિ. સેક્રેટરીએ તસલમાત આપવાનું નક્કી કર્યું છે. આ અગાઉ વર્ષ એપ્રીલ - 2023 માં મહિલા કોર્પોરેટરો સિક્કીમના પ્રવાસે ગયા હતા. જેનો ખર્ચ રૂ. 20 લાખ થયો હતો. તેઓએ પણ હવાઇ યાત્રા થકી પ્રવાસ કર્યો હતો.
પ્રાથમિક સુવિધાઓ નાગરિકોને આપવામાં નિષ્ફળ
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાવાસીઓની સમસ્યાનો કોઇ અંત નથી આવતો. પાલિકાનું તંત્ર સ્વચ્છ પાણી, સુચારૂ ડ્રેનેજ વ્યવસ્થા, રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓ નાગરિકોને આપવામાં નિષ્ફળ રહ્યું છે. જે વાતની સાબીતી આપતા નમુનાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસના નામે થતો ખર્ચ કેટલો યોગ્ય તે સમજવું મુશ્કેલી નથી.
આ પણ વાંચો --- VADODARA : ફી મામલે મનમાની કરતી વિબગ્યોર સ્કુલ સામે વાલીઓનો મોરચો


