Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC ની મુખ્ય કચેરીમાં ટેબલ નીચે કપિરાજનો અડિંગો

VADODARA : ક્યારેક કપિરાજ ટેબલ નીચે, તો ક્યારેક ટેબલ ઉપર કપિરાજ અવર-જવર કરતા હતા. જેને પગલે નજીકના કર્મીઓમાં ભારે ફફડાટ પેંસ્યો હતો
vadodara   vmc ની મુખ્ય કચેરીમાં ટેબલ નીચે કપિરાજનો અડિંગો
Advertisement

VADODARA : વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી (VADODARA - VMC) એ આવેલી ટાઉન પ્લાનીંગ શાખાની કચેરીમાં કપિરાજે અડિંગો જમાવ્યો છે. જેને પગલે કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો (MONKEY SIT UNDER TABLE AT VMC OFFICE - VADODARA) છે. કપિરાજ ક્યારે ટેબર ઉપર તો ટેબલની નીચે પોતાનું સ્થાન જમાવી રહ્યા છે. આખરે આ અંગે પાલિકાના અધિકારી દ્વારા જીવદયા માટેની સંસ્થાના વોલંટીયર્સને બોલાવતા તેઓ આવી પહોંચ્યા છે. અને કપિરાજને માંડ માંગ ગાળિયામાં ફસાવીને તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો છે.

આવતા-જતા લોકો તેનાથી નજર ચુરાવીને જતા હતા

વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં આજે અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. આજે સવારે ઓફિસ ખુલતાની સાથે જ કપિરાજે પહેલા કચેરીની લોબીમાં સ્થાન ગ્રહણ કર્યું હતું. આવતા-જતા લોકો તેનાથી નજર ચુરાવીને જતા હતા. જો કે, આ બાદ કપિરાજ કચેરી છોડીને જતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. જો કે, પરિસ્થિતી તેનાથી વિપરીત સર્જાઇ હતી. ત્યાર બાદ કપિરાજે પાલિકાની ટાઉન પ્લાનીંગ કચેરીમાં કર્મચારીના ટેબલ નીચે અડિંગો જમાવ્યો હતો. ક્યારેક કપિરાજ ટેબલ નીચે, તો ક્યારેક ટેબલ ઉપર કપિરાજ અવર-જવર કરતા હતા. જેને પગલે નજીકના ટેબલ પર બેઠેલા કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ પેંસી ગયો હતો.

Advertisement

કપિરાજ ગાળિયામાં નહીં આવતા રોષે ભરાયા

આખરે કપિરાજને કચેરીમાંથી દુર કરવા માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કપિરાજને ગાળિયામાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ તકે શરૂઆતના તબક્કામાં કપિરાજ ગાળિયામાં નહીં આવતા રોષે ભરાયા હતા. જેથી રેસ્ક્યૂઅર જોડેના લોકો રૂમની બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ ફરી ગાળિયો નાંખવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા કપિરાજને રેસ્ક્યૂ કરીને ત્યાંથી દુર કરવામાં આવ્યા હતા. કપિરાજને દુર કરતા જ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : "શિવજી કી સવારી"ના ખર્ચનો ભાર પાલિકા પર નાંખવાનો તખ્તો ઘડાયો

Tags :
Advertisement

.

×