Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હરિ નગર બ્રિજ નીચે બનાવાયેલા પ્લે એરિયામાં ધૂળ જામી

VADODARA : ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓવર બ્રિજની કનેક્ટીવીટી વધી રહી છે. જેને પગલે બ્રિજની નીચેની જગ્યા પણ ફાજલ મળી રહી છે
vadodara   હરિ નગર બ્રિજ નીચે બનાવાયેલા પ્લે એરિયામાં ધૂળ જામી
Advertisement

VADODARA : વડોદરા પાલિકા દ્વારા અન્ય પાલિકાની જેમ ઓવર બ્રિજ નીચેના વિસ્તારનો સદઉપયોગ થાય તે હેતુથી ત્યાં પ્લે સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. હરિ નગર ઓવર બ્રિજ નીચે પાલિકા દ્વારા પ્લે સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ તેના ઉદ્ધાટનનું મુહૂર્ત હજી સુધી નીકળ્યું નથી. જેને પગલે તેમાં મુકેલા સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. આ મામલે ડે. મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું કે, પ્લે એરીયા તૈયાર થઇ ગયો છે. ટુંક જ સમયમાં તેનું ઉદ્ધાટન કરીને તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. (VMC DEVELOPED PLAY AREA UNDER DUST DUE TO NEGLIGENCE - VADODARA)

Advertisement

આ જોઇને સ્થાનિકો રોષે ભરાઇ રહ્યા છે

વડોદરામાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓવર બ્રિજની કનેક્ટીવીટી વધી રહી છે. જેને પગલે બ્રિજની નીચેની જગ્યા પણ ફાજલ મળી રહી છે. આ જગ્યાનો અન્ય શહેરોની જેમ સદઉપયોગ કરવા માટે વડોદરા પાલિકા દ્વારા કમર કસવામાં આવી હતી. જે અંતર્ગત હરિ નગર બ્રિજ નીચે પ્લે એરિયા ડેવલોપ કરવામાં આવ્યો છે. આ પ્લે એરીયા ડેવલોપ તો થઇ ગયો છે. પરંતુ હજી સુધી તેના ઉદ્ધાટનનું મુહૂર્ત નીકળ્યું નથી. જેને પગલે સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. અને આ જોઇને સ્થાનિકો રોષે ભરાઇ રહ્યા છે.

Advertisement

બાળકો અને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે

ડે. મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું કે, તે બનીને તૈયાર થઇ ગયું છે. તેનું ઉદ્ધાટન કરવાનું છે. ટુંક સમયમાં તેનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. તે બાદ તેનો જે કોઇ પ્રશ્ન ઉકેલાઇ જશે. પછી બાળકો અને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. તેનો વધુ લોક ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર નજર રાખવા 4 એન્જિનિયરોની વિશેષ નિમણૂંક

Tags :
Advertisement

.

×